જામનગર : લગ્નના વરઘોડાએ ગામ ગાંડું કર્યું, પોલીસ થઈ લાલઘુમ - Sandesh
  • Home
  • Gujarat
  • જામનગર : લગ્નના વરઘોડાએ ગામ ગાંડું કર્યું, પોલીસ થઈ લાલઘુમ

જામનગર : લગ્નના વરઘોડાએ ગામ ગાંડું કર્યું, પોલીસ થઈ લાલઘુમ

 | 10:09 am IST

જામનગરમાં લીમડા લાઈનમાં રહેતા એક પરિવારના પુત્રના લગ્નના વરઘોડાએ ટ્રાફિક પ્રશ્ન ઉભો કરતા એસપીની દરમ્યાનગીરીથી વરઘોડો ત્યાં જ પુરો કરી નાખવામાં આવ્યો હતો. જામનગરમાં લીમડા લાઈનમાં રહેતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ વાઈસ ચેરમેનના પુત્રના લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં મહારાષ્ટ્રનું 60થી વધારે સાજીંદાઓ સાથેનુ પ્રત્યાત બેન્ડ હતુ. રજવાડી છત્રીઓ સાથે ફૂલેકુ નિકળ્યું હતુ.

વરઘોડો લાલ બંગલા સર્કલમાં લાંબા સમય સુધી રોડ વચ્ચે રહેતા એસ.પી. પ્રદીપ સેજુલ લાલઘુમ થઈ ગયા હતા અને તાત્કાલિકા પોલીસ સ્ટાફ બોલાવી પરિવારના મોભી સાથે વાત કરતા પરિવારના મોભીઓએ ટ્રાફિક નિયમન માટે લાલ બંગલા સર્કલ ખાતે જ વરઘોડો પુરો કરી નાખ્યો હતો.પરિવારજનો અને મહેમાનો જમણવારના સ્થળે રવાના થયા હતા. પાંચ પોલીસની ગાડી સ્થળ ઉપર પહોંચી હતી. રાતના પણ લાલ બંગલા સર્કલમાં પોલીસ બંદોબસ્ત રહ્યો હતો.