લગ્નની નોંધણી કાયદો - Sandesh

લગ્નની નોંધણી કાયદો

 | 4:58 am IST

લો ફોર લેડિઝ

ડો. અમી યાજ્ઞિાકલગ્નનાં હારતોરાવાળા ફોટા હતાં બંને પક્ષનાં વડીલોનાં એક બીજાને ભેટતાં ફોટા હતા, વ્યવહારમાં કરેલી ચીજ વસ્તુઓનાં પણ ફોટા હતાં, લગ્નની વિધિ કરાવનારા ગોર મહારાજને સોગંદપર એફિડેવિટ પણ હતી છતાં લગ્ન પુરવાર કરવામાં મહિલાને કોર્ટમાં મુશ્કેલી પડતી હતી, એવા એક કેસની આ વાત છે. લગ્ન ભંગાણનાં એક કેસમાં સ્ત્રીએ લગ્ન જ નથી કર્યા અને તેથી જેની જોડે લગ્ન કર્યા હતા તે વ્યક્તિ કોઈ પૈસા આપવા માટે કે પતિ તરીકેની ફરજ નિભાવવા જવાબદાર જ નથી તેવી દલીલો કેસમાં ચાલી અને કોર્ટનું પણ એવું માનવું હતું કે લગ્ન નોંધણીનો પુરાવો કયાં છે, જેથી મનાય કે લગ્ન થયેલાં છે. આવા પ્રશ્નો લગ્નને લગતાં અસંખ્ય કેસોમાં અને ખાસ કરીને એન.આર.આઈ. લગ્નોમાં ઊભા થાય છે.

ભારતમાં થયેલા લગ્નની નોંધણી ફરજિયાત હોવી જોઈએ તે માટે ભારતની ઉચ્ચ ન્યાયલયે દરેક રાજ્યને લગ્ન નોંધણી અંગેનો યોગ્ય કાયદો ઘડવા માટે નિર્દેશ કર્યો. મુંબઈનો લગ્નોની નોંધણી કરવા બાબતનો અધિનિયમ, ૧૯૫૩, રાજ્યમાં વિધિપૂર્વક કરેલા લગ્નોની ફરજિયાત નોંધણી માટેની જોગવાઈ કરે છે પરંતુ આ અધિનિયમ બિનઅસરકારક નીવડયો છે. ઉપરોકત જણાવેલા સુપ્રીમ કોર્ટનાં હુકમમાં સુપ્રિમ કોર્ટે એવો અભિપ્રાય આપ્યો છે કે લગ્નની તારીખો અને લગ્નના પક્ષકારોને લગતાં રેકોર્ડના અભાવથી દૂરોગામી અસરો જન્માવતી સમસ્યાઓ ઉભી થાય છે. યોગ્ય કાયદો બનાવવામાં ન આવે, ત્યાં સુધી આ કોર્ટના આ હુકમ અનુસાર સરકારી હુકમ/વહીવટી સૂચનાઓને અમલી બનાવી શકાય. આમ જ્યાં લગ્નની નોંધણી/રેકોર્ડ કરવા માટે વૈજ્ઞાાનિક નિર્દેશો હોય, ત્યાં વધારાના પગલાંરૂપે તેને લાગુ પાડી શકાય.

આજની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં રાજયમાં લગ્નોની ફરજિયાત નોંધણીની જોગવાઈઓના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા એક યોગ્ય કાયદાની જરૂરીયાત જણાંતા ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ ૨૦૦૬નો કાયદો ઘડવામાં આવ્યો.

આ કાયદા પ્રમાણે રાજય સરકાર નિદ્રિષ્ટિ કરવામાં આવેલા સ્થાનિક વિસ્તારોમાં લગ્ન રજિસ્ટ્રારની નિમણક કરી શકે છે. આ કાયદા હેઠળ રાજયમાં કરવામાં આવેલા લગ્નોની નોંધણીની ખાસ જોગવાઈ છે. કલમ-૫ પ્રમાણે લગ્નના પક્ષકારોને નોંધણીની યાદી તૈયાર કરવા અને લગ્નની તારીખથી ત્રીસ દિવસની મુદતની અંદર રજિસ્ટ્રારને પહોંચાડવા ફરમાવવામાં આવેલું છે. આ કાયદામાં એવી પણ જોગવાઈ કરી છે કે લગ્ન નોંધણીની યાદી લગ્નની તારીખથી ત્રીસ દિવસની મુદત પૂરી થયા પછી પણ રજિસ્ટ્રારને સાદર કરી શકાશે પણ સદર હું નોંધણીની યાદી મોકલવામાં ચૂક કરવા બદલ અથવા તેમાં બેદરકારી દાખવવા બદલ કલમ ૧૫ હેઠળ શિક્ષા થઈ શકે.

લગ્નની નોંધણી કરવા માટે લગ્નનાં પક્ષકારોએ નિર્દિષ્ટ કરેલા નમૂનામાં નોંધણીની યાદી તૈયાર કરવાની રહેશે અને લગ્નની તારીખથી ત્રીસ દિવસની મુદતની અંદર જ્યાં લગ્નનો કરાર કરવામાં આવ્યો હોય તે વિસ્તારનાં રજિસ્ટ્રારને સદર હુ નોંધણીની યાદી બે નકલમાં રજીસ્ટર્ડ ટપાલથી પહોંચાડવાની અથવા મોકલવાની રહે છે. યાદી ઉપર લગ્નનાં પક્ષકારોએ, વિધિ કરાવનારે અને સાક્ષીઓએ સહી કરવી પડશે અને તેની સાથે ઠરાવેલી ફી પણ જોડવી પડશે. આ કાયદામાં એવી પણ જોગવાઈ છે કે લગ્ન રજિસ્ટર તમામ વાજબી સમયે લોકોને જોવા માટે ખુલ્લું રાખવું જોઈશે અને અરજદારને રજિસ્ટરમાંથી પ્રમાણિત ઉતારા મેળવવા માટેની પણ જોગવાઈ છે. આ કાયદામાં એવી પણ જોગવાઈ છે કે લગ્ન નોંધણીની યાદીમાં ખોટું નિવેદન કરવા માટે અને નોંધણીની યાદી ફાઈલ કરવામાં જાણીબૂઝીને ચૂક કરનારા રજિસ્ટ્રાર માટે શિક્ષાની જોગવાઈ કરેલી છે.

લગ્નોની ફરજિયાત નોંધણીથી, રાજ્યમાં થયેલા લગ્નોની સંખ્યાની ચોક્કસ સ્થિતિને લગતા વિશ્વાસપાત્ર આંકડા તથા સંબંધિત વસ્તીસંખ્યાની વિગતો પૂરી પાડી શકાશે, જે રાજયમાં સામાજિક-આર્િથક આયોજનનો આધાર બની રહેશે. જન્મ મરણ અને લગ્નની નોંધણી એ રાષ્ટ્રીય વસ્તી નીતિની સંકલિત સેવાઓ પૂરુ પાડવા માટે સૌથી મહત્ત્વનું પરીબળ છે અને એટલે રાજયની અગત્યની વ્યૂહ રચનાઓમાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. આવા કાયદાઓ પરદેશ જવામાં, ચાઈલ્ડ મરેજ, હિંદુ મેરેજ અને હિન્દુ સકશેશનને લગતી સમસ્યાઓમાં ખૂબ ઉપયોગી નીવડે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન