marriage video of Anam and Aanchal Corona lockdown
  • Home
  • Featured
  • VIDEO: લોકડાઉનની વચ્ચે સામાજિક અંતરનું ધ્યાન રાખી પરણ્યું આ કપલ, આપ્યો સુંદર મેસેજ

VIDEO: લોકડાઉનની વચ્ચે સામાજિક અંતરનું ધ્યાન રાખી પરણ્યું આ કપલ, આપ્યો સુંદર મેસેજ

 | 4:24 pm IST

કોરોનાના કહેર વચ્ચે અનમ અને આંચલ નામના યુવાન-યુવતીના લગ્નનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સામાજિક અંતરનું ધ્યાન રાખવામાં આવ્યું છે. લગ્ન કરીને આ પરિવારે સમાજને એક સંદેશો આપ્યો છે અને જણાવ્યું છે કે, કોરોનાથી બચીને રહો, સાવચેત રહો.

ફેસબુક પર કંઈક આટલા મોટા કેપ્શન સાથે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, લખ્યું છે કે- આજે હું મારા તમામ મિત્રો મારા પરિવારજનો ફેસબુક મિત્રો મારા સમાજના માણસો મારા પુત્રના આજે લગ્ન હતા પરંતુ કોરોનાવાયરસ ના અનિચ્છનીય બનાવના કારણે અમે અમારા પુત્રના લગ્ન સાદગીપૂર્ણ કરેલ છે. આ દિવસ મારા દીકરા અને અમારા માટે ખૂબ જ અગત્યનો છે. આ નિર્ણય કરવો અમારા માટે ખૂબ જ મુશ્કેલ હતો. પરંતુ અમારે માટે અમારા પરિવારજનો અને મિત્રોની સલામતી પહેલા જરૂરી છે

વધુમાં મારે દરેક ને જણાવવાનું કે, મહેરબાની કરીને કોરોનાવાયરસ ને ખૂબ જ ગંભીરતાથી લેજો. અને તમે જેને પ્રેમ કરો છો તેના માટે થઈને મહેરબાની કરી ઘરમાં જ રહેજો. સ્પેશ્યલી વડીલો અને યુવાનોને માટે ખાસ. આ વાઇરસ ખૂબ જ જીવલેણ છે. તમે કોણ છો તમારી પાસે શું છે અને તમારી પોઝિશન શું છે એની તેની કોઈને પડેલી નથી. આજે આ વાયરસે આપણને એક બોધ આપ્યો છે એ જણાવે છે કે આપણે બધા સરખા છીએ અને આપણે બધા હાલમાં ભયજનક સ્થિતિમાં છીએ. આર્થિક રીતે તમે તૂટી ગયા છો અને સામાજિક રીતે મુશ્કેલીમાં છો. આજે આપણે એ સમજવાની જરૂર છે કે આ વાયરસ ઉપર કાબૂ મેળવવા અને તેનો નાશ કરવા આપણે ફરજિયાત રીતે એક થવું પડશે.

કોઈ પ્રસંગ કે કોઈ ગેધરિંગ (મેળાવડો) આપણા સમાજની સલામતીથી મોટું કે અગત્યનું નથી. જેથી મહેરબાની કરીને કોઈ ગેધરીંગ રાખશો નહીં કે આપણા પ્રસંગમાં કોઈ આવશે તેવી આશા રાખવી નહીં. કારણ કે આપણે બધા સલામત રહીએ તેવી આશા રાખીએ છીએ. સાથે સાથે એ પણ ધ્યાન રાખો કે આ કોરોનાવાયરસ અને સાધારણ ગણશો નહીં. કારણ કે કોરોનાવાયરસ તમને પણ સાધારણ ગણતો નથી.

આજે મને જણાવતા ખુશી થાય છે કે મારા પુત્રના લગ્નના દિવસે અમો દુલ્હા દુલ્હન સહિત ફક્ત પાંચ વ્યક્તિઓ મળીને લગ્ન પૂર્ણ કરેલ છે. પરંતુ હું જાણું છું કે દરેકના સાથ અને આશીર્વાદ સાથે આ પ્રસંગ ખૂબ જ યાદગાર રહ્યો હોત. અને ભવિષ્યમાં પરિસ્થિતિ ફરી સામાન્ય થઇ જશે અને બધા ભેગા થઈ શકશે. મહેરબાની કરી તમારા પરિવારજનો સાથે મોજ કરો અને ભૂતકાળમાં તમે જે નથી માણ્યું તે માણો અને કંઈક નવું શીખો નવું જાણો કે કોઈ નવો શોખ ઉભો કરો. આ સમયે તમારા પરિવાર સાથે વિતાવો કારણ કે જીવન ખૂબ જ ટુંકું છે. ભવિષ્યમાં આપણે એકબીજાને ફરીથી મળીશું અને મારા દીકરાના લગ્ન પ્રસંગને માણીશું. તમારો ખુબ ખુબ આભાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન