જો લગ્ન કરવામાં આવી રહી છે અડચણ તો કરો આ કામ - Sandesh
  • Home
  • Astrology
  • જો લગ્ન કરવામાં આવી રહી છે અડચણ તો કરો આ કામ

જો લગ્ન કરવામાં આવી રહી છે અડચણ તો કરો આ કામ

 | 4:50 pm IST

ઘરમાં લગ્ન લાયક યુવક કે યુવતી હોય અને તેના લગ્નની વાત કોઈ કારણોસર આગળ ન વધતી હોય તો શક્ય છે કે તેની કુંડળીમાં વિવાહના યોગ ન બનતા હોય. તેવામાં વિવાહના યોગને મજબૂત કરવા માટે તમે આ સરળ અને સચોટ એવા પાંચ ઉપાયો અજમાવી શકો છો.

(1) જો યુવતીના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો તેણે રોજ પાર્વતી ચાલીસાનો પાઠ કરવો અને સોમવારે ભગવાન શંકરનો દૂધથી અભિષેક કરવો.

(2) સોમવાર કે ગુરુવારે દાડમના ઝાડની ડાળખી તોડવી અને તેને ચંદનમાં બોળી બીલીપત્ર પર ‘ઓમ નમ: શિવાય’ મંત્ર લખી અને તેને શિવલિંગ પર ચડાવો. સાથે જ આ મંત્રની 21 માળા કરવી, આ ઉપાય 21 સોમવાર કે ગુરુવારે કરવો. તેનાથી વિવાહમાં આવતી બાધાઓ દૂર થઈ જશે.

(3) જો યુવકોને લગ્ન સંબંધી સમસ્યા નડતી હોય તો તેણે पत्नीं मनोरमां देहि मनोवृत्तानुसारिणीम्। तारिणीं दुर्गसंसारसागरस्य कुलोद्भवाम्।। આ મંત્રનો નિયમિત જાપ કરવાથી વિવાહમાં આવતી તમામ બાધાઓ દૂર થઈ જશે અને થોડા જ સમયમાં સુંદર અને સુયોગ્ય જીવન સંગિની મળી જશે.

(5) ગુરુવારનું વ્રત રાખવું અને પીળા રંગના વસ્ત્રો પહેરવા. તે દિવસે કેળના મૂળમાંથી એક ટુકડો લાવી તેને પીળા કપડામાં બાંધી અને હાથ પર બાંધી લ્યો.

(6) જો પરિવારમાં કોઈના લગ્ન થતાં હોય ત્યારે વરરાજા જે પાઘડી પહેરવાના હોય તેને પોતાના માથા પર રાખવી. માનવામાં આવે છે કે આમ કરનારના લગ્ન ઝડપથી થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન