This Shiv mantras solve married life problem in 21 days
  • Home
  • Astrology
  • દાંપત્ય જીવનના ખટરાગને આ શિવમંત્રો 21 દિવસમાં કરી દેશે દૂર

દાંપત્ય જીવનના ખટરાગને આ શિવમંત્રો 21 દિવસમાં કરી દેશે દૂર

 | 9:16 pm IST

ઘણી વાર એવું જોવા મળે છે કે પતિ અને પત્ની વચ્ચે અપાર સ્નેહ હોય તો પણ એવી ગાંઠ પડી ગઈ હોય છે કે તે ખુલવાને બદલે વાત વણસતી જતી હોય તેવું લાગે છે. જો તમારા માટે કે તમારા મિત્ર કે વર્તુળમાં કોઈની સાથે આમ થયું હોય તો આપો આ સજેશન.. અહિં આપેલા મંત્રો કરવાથી સંબંધોમાં આવેલી કડવાશ થઈ જશે દૂર…

સુખી દાંપત્યજીવન અને પતિની સાથે મેળાપ માટે સૂર્યોદય પહેલા ઊઠી જવું અને સ્નાનાદિ કર્મથી પરવારી અને શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર જળ ચડાવવું અને નીચે આપેલા મંત્રનો જાપ કરવો.

1. ॐ નમ: સંભવાય ચ મયો ભવાય ચ નમ:
શંકરાય ચ મયસ્કરાય ચ નમ: શિવાય ચ શિવતકાય ચ

2. અક્ષ્યૌ નૌ મધુસંકાશે અનીકં નૌ સમંજનમ્
અંત: કૃણુષ્વ માં હૃદિ મન ઈન્નૌ સહાસિત

3. ધાં ધીં ધૂં ધૂર્જટે પત્ની વાં વીં વૂં વાગ્ધીશ્વરિ
ક્રાં ક્રીં ક્રૂં કાલિકા દેવિ શાંત શીં શૂં શુભં કુરુ

ઉપર દર્શાવેલા મંત્રોમાંથી કોઈપણ એક મંત્રની નિયમિત એક માળા એટલે કે 108 વાર જાપ કરવો. આ ઉપાય શરૂ કર્યાના 21 દિવસમાં જ પરિણામ મળી જશે.