Married Woman end her Life at vadaj
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • વાડજમાં પરણિતાનો આપઘાત, સ્યૂસાઈડ નોટમાં પ્રેમી સહિત 3 યુવતીનો ઉલ્લેખ

વાડજમાં પરણિતાનો આપઘાત, સ્યૂસાઈડ નોટમાં પ્રેમી સહિત 3 યુવતીનો ઉલ્લેખ

 | 11:03 pm IST
  • Share

  • પ્રેમમાં દગો મળતા પરણિતાએ ભર્યું અંતિમ પગલું
  • મનિષના મારા સિવાય અન્ય સ્ત્રીઓ સાથે સબંધ
  • મનિષ સતત મારા શરીર સાથે રમત રમતો રહ્યો

અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં રહેતી એક પરણિતાએ પોતાના પ્રેમીની બેવફાઈના કારણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પોલીસે મૃતકની સ્યૂસાઈડ નોટ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નવા વાડજમાં રહેતી 34 વર્ષની પરણિતા શહેરના નવા વાડજ વિસ્તારમાં પોતાના પતિ અને બે બાળકો સાથે રહેતી હતી. ગત 25 સપ્ટેમ્બરની રાત્રે પરણિતાએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની તપાસ હાથ ધરી હતી.

આ દરમિયાન મૃતક પરણિતાની સ્યૂસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેણીએ પોતાના પ્રેમી સહિત 3 યુવતીઓનો ઉલ્લેખ કર્યો છે. પરણિતાએ તેનો પ્રેમી મનિષ પ્રજાપતિ અન્ય યુવતીઓ સાથે સબંધ રાખતો હોવાના કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે.

સ્યૂસાઈડ નોટમાં પરણિતાએ લખ્યું છે કે,

“મનિષ જોડે સબંધ રાખીને મેં મારા જીવનની સૌથી મોટી ભૂલ કરી છે. મનિષ સતત મારા શરીર સાથે રમત રમતો રહ્યો, તેના મારા સિવાય અન્ય મહિલાઓ સાથે પણ સબંધ છે. મારા મોતનું કારણ મનિષ પ્રજાપતિ છે, જેની સજા મળવી જ જોઈએ.”

હાલ વાડજ પોલીસે મૃતક પરણિતાની સ્યૂસાઈડ નોટ કબ્જે કરીને દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો