રાપર પંથકમાં પરિણીત મહિલા પર ખેતરમાં બળાત્કાર ગુજારાયો - Sandesh
  • Home
  • Bhuj
  • રાપર પંથકમાં પરિણીત મહિલા પર ખેતરમાં બળાત્કાર ગુજારાયો

રાપર પંથકમાં પરિણીત મહિલા પર ખેતરમાં બળાત્કાર ગુજારાયો

 | 2:00 am IST

રાપર પંથકમાં ગઈ કાલે મોડી સાંજના અરસામાં ત્રંબોના શખસે પરિણીત મહિલાને ફોન કરીને રોડ પાસે બોલાવી લીધી હતી. ત્યારબાદ તેણીને ખેતરમાં લઈ જઈ શારીરિક અડપલાં કર્યા હતા, પરિણામે મહિલાએ આરોપીનો પ્રતિકાર કરતાં તેણીને જમીન પર પાડી દીધી હતી અને બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજારી હવસનો શિકાર બનાવતાં ફિટકારની લાગણી પ્રવર્તી ગઈ હતી.

રાપર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગઈ કાલે મોડી સાંજના અરસામાં આ ચકચારી બનાવ બન્યો હતો. તાલુકાના ત્રંબો ગામે રહેતો પ્રકાશ મેઘા કાનાણી કોલીએ ગઈ કાલે સાંજના અરસામાં મહિલાને ફોન કરીને રોડ પાસે બોલાવી હતી, જેથી મહિલા રોડ પાસે જતાં આરોપી તેણીને ખેતરમાં લઈ ગયો હતો. તેમજ શારીરિક અડપલાં કર્યા હતા. જેથી મહિલાએ આરોપીનો પ્રતિકાર કર્યો હતો.

તાબે ન થતાં પ્રકાશે પરિણીતાનો હાથ પકડી જમીન પર પાડી દીધી હતી અને મહિલા પર બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારી હવસનો શિકાર બનાવી હતી. ઘટના બાદ આરોપી પ્રકાશે મહિલાને કોઈને વાત કરીશ તો જીવતી નહીં રહેવા દઉં તેવી ધમકી આપી ત્યાંથી પલાયન થઈ ગયો હતો. જેથી પીડિતા ઘેર જઈ સમગ્ર આપવીતી પરિવારજનોને જણાવતા ચકચારી બનાવ સપાટી પર આવ્યો હતો. દરમિયાન પીડિતાને નાની -મોટી ઈજાઓ થતાં તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બીજીતરફ રાપર પોલીસે આરોપી પ્રકાશ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ઘટના બાદ આરોપી પર જીવલેણ હુમલો થયો  

ઘટના અંગે પીએસઆઈ એ. બી. ચૌધરીએ જણાવ્યું હતું કે, ત્રંબોના પ્રકાશ મેઘા કોલીએ પરિણીત મહિલાને હવસનો શિકાર બનાવવાની ઘટના બાદ આરોપી તેના ભાઈ સાથે બાઈક પર જતો હતો, ત્યારે નવ ઈસમોએ પ્રાણઘાતક હથિયારો ધારણ કરી હુમલો કરી દીધો હતો અને બંને ભાઈઓની હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન