Married women should always be careful when wearing bangles
  • Home
  • Astrology
  • સૌભાગ્યવતી મહિલાઓએ બંગડી પહેરતા સમયે રાખવી જોઇએ આ વાત ધ્યાનમાં, નહીંતર…

સૌભાગ્યવતી મહિલાઓએ બંગડી પહેરતા સમયે રાખવી જોઇએ આ વાત ધ્યાનમાં, નહીંતર…

 | 7:58 am IST

સુહાગણ સ્ત્રીઓને તેમના જીવનમાં અનેક પ્રકારની વાતોનું ધ્યાન રાખવું પડે છે. જેમાથી એક છે સૌભાગ્યવતી મહિલાઓએ હંમેશા બંગડી પહેરતા સમયે ઘણી વાતોનું ધ્યાન રાખવું જોઇએ. તો જ્યોતિષશાસ્ત્રમાં ઘણી એવી વાતો કહેવામાં આવી છે કે સૌભાગ્યવતી સ્ત્રીઓની બંગડીનો સંબંધ પતિના ભાગ્યની સાથે પણ જોડાયેલી હોય છે. જેથી મહિલાઓએ બંગડી પહેરતા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

કેટલીક વખત એવું થાય છે કે જ્યારે પણ મહિલાઓ બંગડી પહેરે છે તો બંગડી પહેરતા સમયે ઘણી વખત બંગડીઓ તૂટી જાય છે અને તે જમીન પર પડી જાય છે જે પગ પાસે પડે છે. પરંતુ એવુ બિલકુલ પણ ન કરવું જોઇએ. કહેવાય છે આમ કરવાથી પતિને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો બંગડી તૂટી જાય તો પહેલા તે બંગડીને ત્રણ વખત તમારા માથા પર લગાવો અને ત્યારબાદ કોઇ કાગળમાં લપેટીને તેને કોઇ સારી જગ્યા કે ઝાડની નીચે મૂકી દો.

તો કેટલીક વખત બંગડી પહેરતા સમયે પણ તૂટી જાય છે. બંગડી તૂટી ગઇ હોવા છતાં પણ મહિલાઓ તેને પહેરી લેતી હોય છે. પરંતુ આમ કરવાથી પતિનું દુર્ભાગ્ય શરૂ થઇ જાય છે. આ કારણથી ક્યારેય પણ ભૂલથી હાથમાં તૂટેલી બંગડીઓ ન પહેરવી જોઇએ. તે સિવાય બન્ને હાથમાં સરખી બંગડીઓ ક્યારેય ન પહેરવી જોઇએ. એટલે કે ડાબા હાથમાં તમે જેટલી બંગડી પહેરી છે તેના કરતા જમણા હાથમાં તેનાથી એક કે બે બંગડી વધારે પહેરવી જોઇએ. કારણકે સરખી બંગડીઓ પહેરવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો શરૂ થઇ જાય છે. એવું પણ કહેવામાં આવે છે કે મહિલાઓએ ક્યારેય પણ વાળ ખોલીને બંગડી ન પહેરવી જોઇએ. આમ કરવાથી તમારા પિતા અને ભાઇ પર દેવુ વધે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન