આ કારણે યુવતીઓ પોતાનાથી નાની ઉંમરના યુવકો સાથે કરે છે લગ્ન - Sandesh
  • Home
  • Featured
  • આ કારણે યુવતીઓ પોતાનાથી નાની ઉંમરના યુવકો સાથે કરે છે લગ્ન

આ કારણે યુવતીઓ પોતાનાથી નાની ઉંમરના યુવકો સાથે કરે છે લગ્ન

 | 6:03 pm IST

તમે હંમેશા જોયું હશે કે, લગ્ન માટે યુવકો હંમેશા પોતાનાથી નાની ઉંમરની છોકરીઓને જ પસંદ કરે છે. બહુ જ ઓછા કપલ્સ એવા હોય છે, જેમાં છોકરીની ઉંમર વધુ હોય છે અને છોકરાની ઊંમર ઓછી હોય છે. કેટલીક યુવતીઓ એવી હોય છે, જેમને એવો પાર્ટનર પસંદ આવે છે, જે ઉંમરમાં તેમના કરતા નાનો હોય. બોલિવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયા તેમાંથી એક છે. નેહા ધૂપિયાએ પોતાનાથી બે વર્ષ નાના યુવકને પોતાના લાઈફ પાર્ટનર તરીકે પસંદ કર્યો છે. નેહાએ એક્ટર તેમજ તેના બાળપણનો મિત્ર અંગદ બેદી સાથે પંજાબી રીત-રિવાજોથી આજે લગ્ન કર્યાં છે. નેહાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નના ફોટો શેર કરીને તેની માહિતી આપી હતી.

જરૂરી નથી કે, યુવતીઓ હંમેશા પોતાનાથી ઉંમરમાં મોટા હોય તેવા યુવકો સાથે લગ્ન કરે. તેમના કરતા નાની ઉંમરના યુવકો સાથે પણ તેઓ પરણી શકે છે, જેના અનેક ફાયદા છે.

ઉંમર વિશે ખબર પડતી નથી
ઓછી ઉંમરના યુવકો વધુ એક્ટિવ અને સ્પોર્ટી હોય છે. તેમને નવી નવી ચીજો કરવાનો શોખ હોય છે. ઓછી ઉંમરના યુવકો સાથે જ્યારે તમે જોડાવો છો, તો તમને તમારી ઉંમર ક્યારે આગળ વધે છે તે ખબર પડતી નથી અને તમે ખુદને પણ જુવાન અનુભવશો.

એક્સપીરિયન્સ શેર કરી શકશો
જો કોઈ યુવતી પોતાનાથી ઓછી ઉંમરના યુવકને લાઈફ પાર્ટનર બનાવે છે, તો યુવતીને દરેક બાબતનો વધુ અનુભવ રહે છે. સાથે જ તે પોતાની કરિયર લાઈફમાં સેટલ્ડ રહેશે. તેનાથી તે પોતાના પાર્ટનરને પોતાના એક્સપીરિયન્સ બતાવીને તેના કરિયરને સારી રીતે મોલ્ડ કરી શકે છે.

એનર્જેટિક હોય છે યુવકો
યંગ એજમાં યુવકો વધુ એનર્જેટિક હોય છે. તેમનામાં કંઈ પણ કરી શકવાની હિંમત હોય છે. આવામાં તમે તમારા પાર્ટનરની એનર્જિ સાચી દિશામાં લગાવીને સફળતા મેળવી શકો છો.

શારીરિક સંબંધ
ઓછી ઉંમરના યુવકોની સાથે શારીરિક સંબંધ બનાવવાથી કોઈ નુકશાન થતા નથી. એક રિસર્ચ અનુસાર, યુવકોમાં ખુદની ઉંમરની મોટી મહિલાઓને જોઈને તેમનામાં ટેસ્ટેસ્ટેરોન (એક પ્રકારનું હોર્મોન)નું લેવલ વધી જાય છે, અને આ જ કારણે તેઓ પોતાનાથી મોટી ઉંમરની મહિલાઓ તરફ વધુ આકર્ષિત થાય છે અને તેમની સાથે લગ્ન કરવાનું પસંદ કરે છે.