Mars goes to aquarius, know what give result to your Zodiac
  • Home
  • Astrology
  • 7મી નવેમ્બરે થશે મંગળ બદલશે રાશિ, આ રાશિઓને મળશે મોટી ભેટ

7મી નવેમ્બરે થશે મંગળ બદલશે રાશિ, આ રાશિઓને મળશે મોટી ભેટ

 | 5:32 pm IST

7મી નવેમ્બરે મંગળ હાલમાં અત્યારે મકર રાશિમાં ઉચ્ચનો છે તે સ્થાન પરિવર્તન કરીને કુંભ રાશિમાં ગોચર કરશે. સામાન્ય રીતે મંગળ એક રાશિમાં દોઢ મહીનો રહે છે. કુંભ રાશિનો સ્વામી શનિ છે. શનિના ઘરમાં મંગળનું ભ્રમણ કેવું રહેશે. આ સમય ગાળામાં કોને ફાયદો થશે અને કોને નુકસાન. બારેય રાશિવાર કેવું ફળ આપશે તે જાણો.

મંગળનું રાશિવાર ફળઃ

મેષ(અ,લ,ઈ) :
મેષ રાશિથી મંગળ અગિયારમાં ભાવે ગોચર કરશે. આ લગ્ન માટે મંગળ લગ્નેશ અને અષ્ટમેશ પણ છે. તેથી આ સમય તમારા શુત્રુઓ પર વિજય પ્રાપ્ત કરાવનારો નિવડશે. મંગળનો લાભ મેળવવા માટે મંગળનું રત્ન પરવાળું પહેરવું જોઈએ.

વૃષભ(બ,વ,ઉ) :
વૃષભ રાશિમાં મંગળ દશમા ભાવે હશે. વૃષભ લગ્નમાં મંગળ સપ્તમેશ અને વ્યયેશ થવાને કારણે મારકેશ બને છે. પરિણામ સ્વરૂપ આ રાશિવાળા જાતકોએ સાચવવું. સંતાનોની બાબતે વધું સચેત રહેવા સલાહ આપવામાં આવે છે. જો નોકરી ન હોય તો નોકરી માટે આ સમય શુભ નિવડશે.

મિથુન(ક,છ,ઘ) :
મિથુન રાશિમાં મંગળ નવમ ભાવમાં હશે. આ મંગળ છઠ્ઠા સ્થાનના માલિક  તેમજ લાભેશ તરીકે સામાન્ય રીતે શુભ ફળ આપે. આમછતાં અગિયારમાં સ્થાનના માલિક તરીકે છઠ્ઠાથી છઠ્ઠુ એટલે કે પરમ મારકેશ તરીકે નકારાત્મક ફળ પણ આપી શકે. સમય સાચવીને પસાર કરવો. વ્યકિતએ સ્વાસ્થ્ય વિશે વિશેષ કાળજી લેવી.

કર્ક( ડ, હ) :
કર્ક રાશિથી આ મંગળનું ભ્રમણ આઠમા સ્થાનમાં થશે. આ મંગળ લાભ સ્થાનનો પણ માલિક બનતો હોવાથી કોઈ આકસ્મિક લાભના યોગો સર્જાય. સ્વાસ્થ્ય જાળવવું. મંગળ ગ્રહની શાંતિ કરાવી હિતાવહ છે.

સિંહ (મ,ટ) :
સિંહ રાશિમાં મંગળ સાતમા સ્થાનેથી પસાર થશે. આ મંગળ કેન્દ્ર અને ત્રિકોણ બંનેનો માલિક છે. એવામાં તમારા દાંપત્યજીવનમાં કલહનો પ્રવેશ થઈ શકે છે. શાંતિ જાળવવી. ખોટાં વાદ વિવાદમાં ન પડવા સૂચન કરવામાં આવે છે.

કન્યા(પ,ઠ,ણ) :
કન્યા રાશિમાં મંગળ છઠ્ઠા સ્થાનેથી પસાર થશે. તે ત્રીજા અને આઠમાનો માલિક બનીને છઠ્ઠા સ્થાનમાંથી પસાર થતો હોવાથી બેવડું પરિણામ મળી શકે. આ ઉપચય સ્થાનો છે તેથી નીચભંગ રાજયોગ પણ થાય છે. અને સાથે સાથે બીમારીથી  સાચવવું.

તુલા(ર,ત) :
તુલા રાશિમાં મંગળ પાંચમા સ્થાનેથી પસાર થશે. તુલા લગ્નમાં મંગળ દ્વિતિયેશ અને સપ્તમેશ થતો હોવાથી તે મુખ્ય મારક ગ્રહ બને છે. વળી તે પોતાની શત્રુ રાશિમાં છે. તેથી આ સમય શુભ ફળદાયી નથી. સંતાન સંબંધી કોઈ દુઃખ પ્રાપ્ત થાય.

વૃશ્રિક (ન,ય) :
વૃશ્રિક રાશિમાં મંગળ ચોથે સ્થાને પસાર થશે. આ મંગળ લગ્નેશ અને ષષ્ઠેશ પણ બને છે. લગ્નેશ હોવાથી નકારાત્મક ફળ મળે. જ્યારે કુંડળીમાં મંગળ બળવાન હોય તો શુભ ફળદાતા બને. જો તમે સરકારી નોકરીયાત હોય તો આ સમય અનુકૂળ નિવડે.

ધન(ધ,ભ,ફ,ઢ) :
ધન રાશિમાં મંગળ ત્રીજે સ્થાનેથી પસાર થશે. ધન રાશિમાં મંગળ પાંચમા સ્થાન તેમજ વ્યય સ્થાનનો માલિક બને છે. તેથી શુભ ફળ દાતા બનશે. કારણકે તે ગુરુનો મિત્ર છે. સંતાન માટે આ સમય અનુકૂળ નિવડે.

મકર(ખ,જ) :
મકર રાશિના વ્યક્તિઓ માટે મંગળનું ભ્રમણ બીજા સ્થાનમાં થશે. મકર રાશિ માટે મંગળ ચોથા અને અગિયારમાં એટલે કે સુખ અને લાભ સ્થાનનો માલિક થતો હોવાથી અશુભ બને છે. એવામાં સંતાનની બાબતે સતર્ક રહેવું.

કુંભ( ગ,શ,સ) :
કુંભ રાશિના વ્યક્તિઓ માટે આ મંગળનું ભ્રમણ દેહસ્થાનમાં થશે. કુંભ રાશિમાં મંગળ તૃતિયેશ અને રાજ્યેશ છે. કુંભ રાશિમાં મંગળ શુભ અને અશુભ બંને ફળ આપે છે. કુંભ રાશિમાં મંગળ તૃતીય સ્થાનના માલિક પ્રમાણે મારકેશનું ફળ આપે છે. જાતકના લગ્નમાં અવરોઘ, રુકાવટો આવે.

મીન(દ,ચ,ઝ,થ) :
મીન રાશિથી મંગળનું ગોચર ભ્રમણ બારમાં સ્થાને થશે. મીન રાશિમાં મંગળ ધનેશ અને ભાગ્યેશ બંને છે. આ મંગળ શુભ ફળદાયી છે. પણ છતાં કાર્યનું શુભ પરિણામ તો મળે પણ તમે મળતાં મળતાં વિલંબ થાય. માટે શાંતિ જાળવવી હિતમાં રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન