મંગળ પર સેક્સ કરશે એસ્ટ્રોનટ્સ? નાસાએ અપનાવી નવી યુક્તિ - Sandesh
NIFTY 9,998.05 -116.70  |  SENSEX 32,596.54 +-409.73  |  USD 65.0050 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • મંગળ પર સેક્સ કરશે એસ્ટ્રોનટ્સ? નાસાએ અપનાવી નવી યુક્તિ

મંગળ પર સેક્સ કરશે એસ્ટ્રોનટ્સ? નાસાએ અપનાવી નવી યુક્તિ

 | 1:30 pm IST

સ્પેસ એજન્સી નાસા પોતાના અંતરિક્ષ સાથે જોડાયેલા મિશન પર હંમેશા જ મહિલા અને પુરૂષ એસ્ટ્રોનટ્સનું ક્રૂ મોકલે છે પરંતુ તેઓ પોતાના બહુપ્રતીક્ષિત માર્સ (મંગળ ગ્રહ) મિશન પર માત્ર મહિલાઓને મોકલવાની તૈયારીમાં છે. અસલમાં નાસાને લાગે છે કે, આ દોઢ વર્ષના મિશનમાં પુરૂષો અને મહિલાઓને એકસાથે મોકલવા ઠિક રહેશે નહી, કેમ કે, આટલા લાંબા સમયમાં તેઓ એકબીજા સાથે આકર્ષિત થઈ શકે છે.

એક કોન્ફ્રન્સમાં બ્રિટિશ એસ્ટ્રોનોટ હેલન શરમને જણાવ્યું કે, નાસા દ્વારા ફાઈલ કરવામાં આવેલી એક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, મહિલાઓ અને પુરૂષ એસ્ટ્રોનટ્સ આ દોઢ વર્ષના સમય દરમિયાન એકબીજા પ્રત્યે આકર્ષિત થઈ શકે છે અને તેમની વચ્ચે સંબંધ બનવાની પણ આશંકા છે. આમ મંગળ મિશન પર એસ્ટ્રોનટ્સ સેક્સ ના કરી શકે તે માટે તેમને ક્રૂ મેમ્બરમાં માત્ર મહિલાઓને મોકલાવાની યુક્તિ અપનાવી છે.

આ રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે ક્રૂ મેમ્બરના રૂપમાં બધી જ મહિલા એસ્ટ્રોનટ્સનું હોવું સૌથી બેસ્ટ વિકલ્પ છે, કેમ કે એક ટીમના રૂપમાં મહિલાઓ સારૂ કામ કરે છે અને લીડર બનવાની સ્પર્ધામાં તેમની વચ્ચે ઝગડો થવાની શક્યતા પણ ઓછી રહે છે. જોકે, શરમને તે પણ જણાવ્યું કે, તેમને આ રિપોર્ટ ક્યારે પોતે જોઈ નથી, પરંતુ આને કેટલાક વર્ષ પહેલા ફાઈલ કરવામાં આવી છે.

શરમન, જે અંતરિક્ષમાં જનાર પહેલી બ્રિટિશ મહિલા એસ્ટ્રનોટ પણ છે. તેમને જણાવ્યું કે, મંગળ મિશન દરમિયાન એસ્ટ્રોનટ્સના સંભવિત ‘અશુદ્ધ વિચારો’ને લઈને નાસાના એક અધિકારીએ અભ્યાસ કર્યો છે. શરમને કહ્યું કે, ‘મે કેટલાક વર્ષ પહેલા રિપોર્ટ વિશે સાંભળ્યું હતું. જોકે, આ રિપોર્ટને ક્યારેય જાહેર કરવામાં આવી નથી પરંતુ અંતે અવું જ તારણ નિકળ્યું હતું કે, મંગળ પર જનાર ક્રૂમાં બધી મહિલાઓ હોય અથવા બધા જ પુરૂષ.’ શરમન ન્યૂ સાઈન્ટિસ્ટ લાઈવ ફેસ્ટિવલ ઈન લંડનને સંબોધિત કરી રહ્યાં હતા.