સાતમી માર્ચે મંગળ કરશે ધનરાશિમાં ભ્રમણ : સૂચવે છે ક્રુર અને વિગ્રહકારી ઘટનાઓ - Sandesh
  • Home
  • Astrology
  • સાતમી માર્ચે મંગળ કરશે ધનરાશિમાં ભ્રમણ : સૂચવે છે ક્રુર અને વિગ્રહકારી ઘટનાઓ

સાતમી માર્ચે મંગળ કરશે ધનરાશિમાં ભ્રમણ : સૂચવે છે ક્રુર અને વિગ્રહકારી ઘટનાઓ

 | 4:28 pm IST

ધનરાશિમાં મંગળ ૭ માર્ચથી ૧લી મે સુધી ભ્રમણ કરશે. હાલમાં ગુરુ તુલા રાશિમાં છે અને મંગળ ધન રાશિમાં પ્રવેશ કરશે. આમ ગુરુથી મંગળ ત્રીજે અને મંગળથી ગુરુ અગિયારમે ભ્રમણ કરશે. ગુરૃની રાશિમાં મંગળ રહેવાથી આગામી 54 દિવસોમાં ઉગ્ર અને સંઘર્ષયમય ઘટનાઓ સૂચવે છે. આ મંગળ કોઈ આતંકી ઘટના કે વિસ્ફોટક ક્રૂર ઘટના વિશ્વની ક્ષિતિજે થઈ શકે છે. જ્યારે કોઈ દેશમાં આંતરિક વિગ્રહ કે રાજકીય બળવાના સંકેતો આપે છે. દેશના સિમાડા પણ સળગતા રહે અને લશ્કરી પ્રવૃત્તિઓ કે યુઘ્ઘની નાની નાની ઘટના ચિંતા પ્રેરક બની શકે.

કોઈને કોઈ રાજ્યમાં રાજકીય અશાંતિ કે સરકારોમાં પ્રધાન મંડળ કે સરકારી ક્ષેત્રમાં પરિવર્તનકારી ઘટના બને. સત્તાના સમીકરણો બદલાતા જોવા મળે. ઉત્તર પૂર્વના ભારતના રાજ્યોમાં નવી સરકારને માટે સમય ધ્રુવીકરણનો ગણાશે અને વિવિધ રાજકીય પ્રક્ષો વચ્ચે જોડાણના સંયોગો ઊભા થશે. ધનનો મંગળ દેશમાં રાજકારણમાં નવી રાજરમતો સૂચવે છે, આ ઉપરાંત કાયદાકીય વ્યવસ્થાની સમસ્યા સૂચવે છે. કાનૂની ક્ષેત્રે નવા શકવર્તી ચૂકાદાઓ, સર્વોચ્ચ અદાલત કે હાઈકોર્ટ દ્વારા અપાતા જોવા મળે.

આર્થિક ક્ષેત્રે આ સમય શેર, સ્ટોક અને આયાત-નિકાસ ક્ષેત્રે સતત પરિવર્તનશીલ સંજોગો તેમજ તેજી મંદીની અફડાતફડી સૂચક જણાશે.

આ સમયગાળામાં દેશમાં મોંઘવારી વધે તે સંભવ છે. આ સમયમાં ધનરાશિમાં મંગળ ઘણાં અગત્યના પરિવર્તનો સૂચવે છે. સરકાર ખેડૂતો અને પ્રજા માટે સાનુકૂળ નીતિઓ અપાનાવતી જોવા મળે.

મંત્ર વિધાન : આ 54 દિવસોમાં મંગળની અસરના કારણે જે વ્યક્તિઓને ટેન્શન કે પીડા હોય તેમણે મંગળની શાંતિ માટે મંગળના મંત્રો કરવાથી રાહતો મળે છે.

મંત્ર : ૐ હ્રીમ્ ભૌમાય નમઃ આ મંત્રના ૧૧૦૦ જાપ ફળદાયી બને મંગળવારે દાનપુણ્ય વધારવું. ઈષ્ટદેવની પૂજા પ્રાર્થના ભક્તિ વધારવા.

મંગળવારે એકટાણું કે યથાશક્તિ ઉપવાસ કરી શકાય.

મંગળના ભ્રમણ દરમિયાન કેવું મળશે તમને ફળ, જાણો રાશિફળ : ૭ માર્ચથી ૧ મે સુધી   
મેષ : ભાગ્ય અવરોધ જણાય, મિત્ર સગાથી મનદુઃખ, પ્રવાસ, પર્યટન સફળ બને.
વૃષભ : આરોગ્ય સાચવવું, અકસ્માત ઈજાથી સાવધ રહેવું, નાણાકીય કાર્ય થઈ શકે.
મિથુન : ગૃહ જીવનમાં વિવાદ ટાળજો. પ્રવાસમાં વિલંબ, અદાલતી કાનૂની, કાર્યોમાં સફળતા.
કર્ક : આરોગ્ય ચિંતા જણાય. ખર્ચ વ્યય વધે, શત્રુ અંગે સાવધ રહેવું, વિઘ્નનો પ્રસંગ
સિંહ : સાનુકુળ તક મળે. ભાગ્ય ચમકી શકે, મિત્ર પ્રિયજન-સંતાન અંગે સાનુકૂળતા .
કન્યા : સુખદ પ્રસંગ , મકાન -વાહનના કામ બને , કાર્ય સફળતાની તક મળે.
તુલા : પ્રવાસ પર્યટન સફળ બને. સ્નેહી સ્વજનથી મિલન. અગત્યનું કામ થાય.
વૃશ્રિક : નાણાકીય તણાવ રહે. કુટુંબમાં ચકમક જણાય. આંખ કાન ગળાની બિમારીથી સાચવવું.
ધન : માનસિક તણાવ રહે . ગૃહવિવાદ જણાય. ભાગીદારથી સમાધાન રાખવું.
મકર : કેટલીક પ્રતિકૂળતા રહે. અકસ્માત કે બીમારીથી સાચવવું. ખર્ચવ્યય વધશે.
કુંભ : લાભની આશાફળે. મિલન મુલકાત થાય. અગત્યની મુલાકાતથી લાભ.
મીન : નોકરી ધંધાના કાર્યોમાં પ્રગતિ સાનુકૂળતા . સફળતાની ઔઆશા વધે.