Mars transit in libra rashi know impact of all zodiac sign
  • Home
  • Astrology
  • 10 નવેમ્બરે મંગળનું રાશિ પરિવર્તન, જાણો કઈ રાશિ પર પડશે સારી ખરાબ અસર

10 નવેમ્બરે મંગળનું રાશિ પરિવર્તન, જાણો કઈ રાશિ પર પડશે સારી ખરાબ અસર

 | 11:18 am IST

મહાન પરાક્રમી ગ્રહ પૃથ્વીપુત્ર મંગળ 10 નવેમ્બર બપોર પછી 2 કલાક અને 21 મિનિટથી કન્યા રાશિની યાત્રા સમાપ્ત કરી તુલા રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં તેઓ 25 ડિસેમ્બર સુધી બિરાજમાન રહેશે. તુલા રાશિમાં પહેલા જ વક્રી બુધ સૂર્યની સાથે બિરાજમાન છે. આઈ રીતે કેટલાક દિવસ તુલારાશિમાં ત્રણ ગ્રહોનો સંયોગ રચાશે. આ રાશિ પરિવર્તન કેવુ પરિણામ આપશે જાણીએ વિસ્તારથી. લગ્ન કુંડળી અનુસાર મંગળ તુલા લગ્ન માટે મારકેશ હોય છે.

ફલિત જ્યોતિષ અનુસાર મારકેશનું તાત્પર્ય છે મરણતોલ કષ્ટ આપનાર. 16 નવેમ્બરની રાત્રીએ સૂર્યદેવ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે અને સાથે સાથે ત્રિગ્રહી યોગ ભંગ થશે જો કે મંગળ અને બુધની યુતિ 5 ડિસેમ્બર સુધી રહેશે. જ્યારે મંગળ અને સૂર્ય એક સાથે મળી રહે ત્યારે અંગારક યોગ થાય છે. જેનું ફળ સમાજમાં અરાજકતા ફેલાવવી, પ્રાકૃત્તિક આપત્તિઓ, મુશ્કેલીઓના સંકેત સમાન છે.

અગ્નિકાંડના કારણે વક્રી બુધ અને મંગળ અને સૂર્યની સાથે તુલા રાશિમાં આવવાથી દેશ તેમજ સમાજ માટે સાવધાની તેમજ સંયમ રાખવાની જરૂર પડશે. મંગળનો તુલા રાશિમાં પ્રવેશ તેમજ સૂર્ય અને બુધ સાથેની આ યુતિ તમામ 12 રાશિઓ પર પ્રભાવ પાડશે.

મેષ રાશિ
સપ્તમ ભાવમાં આ યુતિ વેપારની દૃષ્ટીએ થોડી ઉથલ-પાથલ વાળી રહેશે. શેર બજારમાં રોકાણ કરતા હો તો જરા સંભાળીને કામ કરશો. સાવધાની ખુબ જરૂરી. મકાન-વાહનના યોગ રચાશે.

વૃષભ રાશિ
તમારા શત્રુભાવમાં આ ગ્રહો પહોંચીને કોર્ટ કચેરીના મામલાઓથી મુક્તિ અપાવી શકશે. મોસાળથી અશુભ સમાચાર આવશે. તબિયતની કાળજી રાખવી. આર્થિક સમસ્યા સતાવશે.

મિથુન રાશિ
પાંચમા ભાવમાં આ યુતિ શિક્ષા પ્રતિયોગિતામાં સફળતા અપાવશે. સંતાન સંબંધી સમસ્યાઓ દૂર થશે. નોકરીમાં પ્રગતિ કરી શકશો.

કર્ક રાશિ
ચતુર્થ ભાવમાં આ સંયોગ તમને માનસિક કષ્ટ અપાવશે. જીદ અને આવેશ પર નિયંત્રણ રાખો. મોટી સફળતા પ્રાપ્ત થશે. કર્મભાવમાં આ ગ્રહોની દૃષ્ટીના પ્રભાવે રોજગારમાં ઉન્નતિ થશે. નવી નવી તક સાંપડશે.

સિંહ રાશિ
તમારા માટે આ ગ્રહોનો સંયોગ શૌર્ય તેમજ સાહસમાં વૃદ્ધિ કરશે. ભાઈ અને મિત્રો વચ્ચે મતભેદ થાય. સંબંધો સાચવવા.

કન્યા રાશિ
ધનભાવમાં મંગળ અન્ય ગ્રહોની સાથે સંયોગ કરીને આર્થિક પક્ષને મજબુત કરશે. અષ્ટમભાવ પર આનો પ્રભાવ જોવા મળશે તમે ષડયંત્રનો શિકાર થઈ શકશો. વાહનમાં સાવધાની રાખશો.

તુલા રાશિ
તમારા માટે આ યુતિ કેટલીક રીતે સારૂ પરિણામ લાવશે. તમારે એક કરતા વધારે આવકના સાધનો પ્રાપ્ત થશે. કોઈ પણ કાર્ય શરૂ કરશો તો પરિણામ જરૂરથી મળશે.

વૃશ્ચિક રાશિ
હાનિભાવમાં આ ગ્રહોનું મળવુ ભાગદોડ અને ખર્ચમાં વ્યસ્તતા રાખી શકશો. કોર્ટ કચેરીથી બચજો. ઉચ્ચઅધિકારીઓ સાથે સારા સંબંધ રાખજો.

ધનુ રાશિ
તમારા લાભભાવમાં ત્રણ ગ્રહો એક સાથે આવતા ભાગ્યમાં ઉન્નતિ થશે અને સાથે પદની ગરિમામાં વૃદ્ધિ કરી શકશો. યાત્રાના યોગ રચાશે. સફળતા પ્રાપ્ત થશે.

મકર રાશિ
કર્મભાવમાં આ ગ્રહ મળવાથી સારો સંયોગ બનશે. પારિવારિક કલેહ વધશે. મન અશાંત થશે. મકાન વાહનનો યોગ બની રહ્યો છે.

કુંભ રાશિ
ભાગ્ય ભાવમાં આ ગ્રહોનું એક સાથે આવવું મોટી ઉથલપાથલ લાવશે. કાર્યમાં વિલંબના સંકેત છે. સૂર્યના રાશિ પરિવર્તનની સાથે દુષ્પ્રભાવ ઓછો થશે, ત્યારબાદ ભાગ્યમાં ઉન્નતિ થશે. યાત્રા વિદેશ યાત્રાના સંયોગ રચાશે.

મીન રાશિ
તમારે આ સમયે સાવધાન રહેવાની જરૂર છે. કોર્ટ કચેરીના મામલો બહાર જ નિપટાવી લો. પેટ સંબંધી વિકારોથી બચજો. વિવાદોથી બચવુ. 16 નવેમ્બર પછી સમય બદલાશે.

આ વીડિયો જુઓ: થાક દૂર કરવા શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન