મારુતિએ લોન્ચ કરી બજેટમાં આવી જાય એવી નવી જબરદસ્ત કાર, કિંમત છે... - Sandesh
NIFTY 10,806.60 +0.10  |  SENSEX 35,556.71 +20.92  |  USD 67.5125 +0.19
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • મારુતિએ લોન્ચ કરી બજેટમાં આવી જાય એવી નવી જબરદસ્ત કાર, કિંમત છે…

મારુતિએ લોન્ચ કરી બજેટમાં આવી જાય એવી નવી જબરદસ્ત કાર, કિંમત છે…

 | 2:24 pm IST

મારુતિ સુઝુકીએ પોતાની પ્રીમિયમ સેડાન ડિઝાયરને લોન્ચ કરી છે. કંપનીએ એની શરૂઆતની કિંમત 5.45 લાખ રૂ. રાખી છે જે 9.41 લાખ રૂ. સુધી જઈ શકે છે. કંપનીએ પહેલાં જ ઓફિશિયલ રીતે આ કાર માટે 2000થી વધારે ડિલરશીપ બુકિંગ થઈ હોવાની જાહેરાત કરી છે. ગ્રાહક કાર માટે 11 હજાર રૂ. દઈને બુકિંગ કરાવી શકે છે. આ સાથે જ કંપનીએ એવી પણ સ્કીમ રાખી છે કે જો કોઈ ગ્રાહક બીજા કોઈ મોડેલ માટે બુકિંગ કરાવી ચૂક્યો હોય તો એ બુકિંગ નવી ડિઝાયરમાં ટ્રાન્સફર પણ થઈ શકે છે.

બલેનો હેચબેકની જેમ જ નવી ડિઝાયરને મજબૂત પણ ઓછા વજનના હિયરટેક પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે આ કારણે તેનું પેટ્રોલ વર્ઝન પહેલાં કરતા 85 કિલો અને ડીઝલ વર્ઝન 95 કિલો જેટલું હળવું છે. નવી સ્વિફ્ટ હેચબેક પણ આ પ્લેટફોર્મ પર જ બનાવવામાં આવી છે. નવી ડિઝાયરની લંબાઈ પહેલાંની જેમ 4 મીટરના વિસ્તારમાં છે પણ એનો વ્હીલબેસ 20mm વધારવામાં આવ્યો છે જેના કારણે કેબિનમાં વધારે જગ્યા મળશે. નવી ડિઝાયર પહેલાં કરતા 40mm વધારે પહોળી છે જેના ફ્રન્ટ શોલ્ડર રૂમમાં 20mm અને રિયર શોલ્ડર રૂમમમાં 30mmનો વધારો થયો છે.

મારુતિની નવી ડિઝાયરમાં 1.2 લીટર VVT પેટ્રોલ એન્જિન 82 bhpનો પાવર તેમજ 113NMનો ટોર્ક જનરેટ કરે છે. આ કાર પેટ્રોલ એન્જિનની સાથે 22kmplનું માઇલેજ આપે છે. આ સિવાય 1.3 DDis 190 ડીઝલ એન્જિન 73bhpનો પાવર તેમજ 189NMનો ટોર્ક જનરેટ કરે છે. ડીઝલ એન્જિન સાથે આ કાર 28.40 km/lનું માઇલેજ આપે છે.