Maruti suzuki ignis launch with new features at India
  • Home
  • Technology
  • મારુતિ સુઝુકીએ લોન્ચ કર્યું Ignisનું અપડેટેડ વર્ઝન, જાણો તેની વિશેષતા

મારુતિ સુઝુકીએ લોન્ચ કર્યું Ignisનું અપડેટેડ વર્ઝન, જાણો તેની વિશેષતા

 | 10:26 am IST

મારુતિ સુઝુકી ઇન્ડિયાએ દેશમાં ઓટોમેટિક કારની વધતી માગને કારણે ઇગ્નિસ કારનું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું છે. મારુતિએ ઇગ્નિસના ટોપ વેરિઅન્ટ આલ્ફાને હવે એએમટી એટલે કે ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે લોન્ચ કરી છે. તેને કંપનીએ પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટમાં લોન્ચ કરી છે.

મારુતિ સુઝુકી ઇન્ડિયાએ તેની હેચબેક ઇગ્નીસ 2019 આવૃત્તિની રજૂઆત કરી છે. કંપનીએ તેમાં સુરક્ષા સુવિધાઓ અપડેટ કરી છે. નવી ઇગ્નીસ એક્સ શોરૂમ દિલ્હીની કિંમત 4.79 થી 7.14 લાખ રૂપિયા વચ્ચે છે.

મારુતિએ પોતાની પ્રીમિયમ હેચબેક ઇગ્નિસ આલ્ફામાં ઓટોમેટિક ગિયરબોક્સ આપીને તેને ઇગ્નિસ ડેલ્ટા અને જીટા વેરિઅન્ટની બરાબર લાવી મુકી છે. જણાવીએ કે, ઇગ્નિસના પેટ્રોલ વેરિઅન્ટમાં 1.2 લિટરનું વીવીટી એન્જિન અને 1.3 લિટર ડીઝલ વેરિઅન્ટમાં ડીડીઆઈએસ એન્જિન આપવામાં આવ્યું છે. ઇગ્નિસ રેન્જ કારને જોવા જઈએ તો હવે માત્ર તેનું બેસ વેરિઅનટ્, સિગ્મા જ બચ્યા છે જેમાં મેન્યુ્લ ગિયરબોક્સ આપવામાં આવ્યા છે.

મારુતિ સુઝુકી જણાવ્યું હતું કે તમામ મારુતિ ઇગ્નિસમાં ડ્રાઇવર માટે પણ સીટ બેલ્ડ રિમાઇન્ડર, રિવર્સ પાર્કિંગ સિસ્ટમ અને હાઇ સ્પીડ એલર્ટ સિસ્ટમ જેવા સ્ટેન્ડેડ ફિચર્સ મળશે. આ સુવિધાઓ 2019ના તમામ પેસેન્જર વ્હીકલ્સમાં ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

મારુતિ સુઝુકી ઇન્ડિયાએ તેની હેચબેક ઇગ્નીસ 2019 આવૃત્તિને લોન્ચ કરી છે. કંપનીએ તેમાં સુરક્ષા સુવિધાઓ અપડેટ કરી છે. નવી ઇગ્નીસ એક્સ શોરૂમ દિલ્હીની કિંમત 4.79 થી 7.14 લાખ રૂપિયા વચ્ચે છે. મારુતિ સુઝુકી જણાવ્યું હતું કે તમામ મારુતિ ઇગ્નિસમાં ડ્રાઇવર માટે પણસીટ બેલ્ડ રિમાઇન્ડર, રિવર્સ પાર્કિંગ સિસ્ટમ અને હાઇ સ્પીડ એલર્ટ સિસ્ટમ જેવા સ્ટેન્ડેડ ફિચર્સ મળશે.

ઇગ્નિસના જૂના વર્ઝનમાં ડ્યૂઅલ ફ્રન્ટ એરબેગ્સ એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ અને EBD ઈલેક્ટ્રોનિક જેવા ફિચર, સીટ બેલ્ટ પ્રિન્ટશનર્સ વિદ ફોર્સ લિમિટર્સ અને ISOFIX- ચાઇલ્ડ સીટ સ્ટિટ્રેન્ટ સિસ્ટમ જેવા ફિચર્સ પહેલેથી જ ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન