ખરીદ્યા વગર નવી નક્કોર અને મોંઘી કારના બનો માલિક, ગુજરાતના આ શહેરોમાં સ્કિમ લાગુ

કાર (Car)ખરીદવા માંગતા પરંતુ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે સારા સમાચાર છે. દેશની જાણીતિ મારૂતી સુઝુકી (Maruti Suzuki) કંપની એ એક ખાસ સ્કીમ જાહેર કરી છે, જેમાં કારના પૈસાની ચુકવણી કર્યા વગર જ ગમે તે વ્યક્તિ તેનો માલિક બની શકે છે.
મારૂતિ સુઝુકી (Maruti Suzuki India)એ તેના વાહન સબ્સક્રિપ્શન કાર્યક્રમ (Vehicle Subscription Program) ‘મારૂતિ સુઝુકી સબ્સક્રાઇબ’ (Maruti Suzuki Subscrib) નો વિસ્તાર દેશના અન્ય ચાર શહેરોમાં કરવાની જાહેરાત કરી છે. જેમાં ગુજરાત (Gujarat)ના જ બે શહેરનો સમાવેશ થાય છે.
મારૂતિ સુઝુકી ઈન્ડિયાએ આ મામલે કહ્યું હતું કે, આ કાર્યક્રમનો વિસ્તાર મુંબઈ, ચેન્નઈ, અમદાવાદ અને ગાંધીનગરમાં કરવામાં આવી રહ્યો છે. કંપનીની યોજન આગામી ત્રણ વર્ષમાં દેશના 60 શહેરોમાં આ કાર્યક્રમનો વિસ્તાર કરવાનો છે. આ પહેલા કંપનીએ મારૂતિ સુઝુકી સબ્સ્ક્રાઇબ કાર્યક્રમ દિલ્હી-એનસીઆર, બેંગલુરુ, હૈદરાબાદ અને પુણમાં શરૂ કર્યો હતો. આ શહેરોમાં આ સર્વિસને જ્વલંત સફળતા સાંપડી હતી.
આ કાર્યક્રમ હેઠળ ગ્રાહક મારૂતિ સુઝુકી અરેનાથી લઈ સ્વિફ્ટ ડિઝાય, વિટારા બ્રેઝા અને અર્ટિગા તથા નેક્સાથી નવી બલેનો, સિયાઝ અને એક્સએલ-6 (XL-6)નો વિકલ્પ પસંદ કરી શકો છો. મારૂતિ સુઝુકીના જણાવ્યા પ્રમાણે આ માટે આ કાર્યક્રમ હેઠળ ગ્રાહક વાહનનો માલિકી હક મેળવ્યા વગર નવી કારનો ઉપયોગ કરી શકે છે. તેના માટે તેમને મહિને ભાડાની ચૂકવણી કરવી પડશે. આ ભાડુ જુદા જુદા શહેર માટે અલગ-અલગ હોય છે. ગ્રાહક 12 મહિનાથી 48 મહિના સુધીના subscription અવધિની પસંદગી કરી શકે છે.
ગુજરાતના શહેરો માટે કેટલુ ભાડું?
48 મહિનાના સમયગાળા માટે દિલ્હીમાં સ્વિફ્ટ Lxi માટે 14463 રૂપિયાની સાથે Monthly Subscription ચાર્જની ચૂકવણી કરી શકો છો. જો તમે 48 મહિના માટે સ્વિફ્ટ Lxi કાર સબ્સક્રાઇબ કરો છો તો મુંબઈમાં 15,368 રૂપિયા, ચેન્નઈમાં 15,196 રૂપિયા, અમદાવાદમાં 14,665 રૂપિયા અને ગાંધીનગરમાં 14,691 ચૂકવવા પડશે. સબ્સક્રિપ્શનનો સમય પુરો થતાં તમે તેને અપગ્રેડ કરી બીજી કાર લઈ શકો છો કે ફરી એ કારને માર્કેટ પ્રાઇસ પર ખરીદી પણ શકો છો. આ સુવિધા ગુજરાતીઓને પણ પસંદ પડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન