Maruti Suzuki may increase its car prices due to high production expenses
  • Home
  • Featured
  • મારુતિ સુઝુકી આ કારણે કારની કિંમતોમાં કરશે વધારો! લેતા પહેલા વાંચી લો આ સમાચાર

મારુતિ સુઝુકી આ કારણે કારની કિંમતોમાં કરશે વધારો! લેતા પહેલા વાંચી લો આ સમાચાર

 | 9:07 pm IST

મારુતિ સુઝુકી દેશની પ્રમુખ ઓટોમોબાઇલ કંપનીઓમાંથી એક છે. તાજેતરમાં કંપનીએ એક મહત્વની જાહેરાત કરી છે. મારુતિ સુઝુકી તેના પ્રોડક્ટના ભાવમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ કંપનીએ મંગળવારે માહિતી આપી કે જાન્યુઆરીથી કંપની તેની કારોની કિંમતોમાં વધારો કરશે.

રિપોર્ટ પ્રમાણે મારુતિ સુઝુકીએ કહ્યું કે પ્રોડક્શન ખર્ચમાં વધારો થતા પ્રોડક્ટની કિંમતોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં અલગ-અલગ ઇનપુટ ખર્ચમાં વધારાના કારણે કંપનીને આ નિર્ણય લેવાની ફરજ પડી છે. ઉપરાંત સૂત્રો મુજબ કંપનીએ કહ્યું કે,‘કંપની માટે આ જરૂરી બની ગયું છે કે જાન્યુઆરી 2020થી વિવિધ મોડલ્સના ભાવમાં વધારો કરી વધુના ખર્ચનો અમુક ભાર ગ્રાહકોને આપે,’

કંપનીએ કહ્યું કે મોડલ્સ પ્રમાણે કારની કિંમતોમાં અલગ-અલગ પ્રમાણે વધારો કરવામાં આવશે. રિપોર્ટ મુજબ મારુતિના પોર્ટફોલિયોમાં કુલ 16 ગાડીઓ છે. જેમાં એન્ટ્રી લેવલથી લઈ પ્રીમિયમ એમપીવી XL6 સુધી સામેલ છે. આ કારોની કિંમત 2.89 લાખથી લઈ 11.46 લાખ રૂપિયા વચ્ચે છે. આ ભાવ એક્સ શોરૂમ દિલ્હીના છે.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદમાં મેમનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન