maruti suzuki s presso may launch on 30 september in india
  • Home
  • Featured
  • Maruti Suzukiની આ દમદાર મીની SUV થશે લોન્ચ, જાણો તેના ફિચર્સ અને કિંમત

Maruti Suzukiની આ દમદાર મીની SUV થશે લોન્ચ, જાણો તેના ફિચર્સ અને કિંમત

 | 4:23 pm IST

XL6 MPV બાદ હવે મારુતિ સુઝુકી નવી માઇક્રો SUV S-Pressoને 30 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરી શકે છે. એક મીડિયા અહેવાલમાં પણ આ વાતનો દાવો થઈ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ઓટો એક્સપો 2018માં મારુતિ સુઝુકી દ્વારા ફ્યુચર-એસ કોન્સસેપ્ટની રજૂઆત કરવામાં આવી હતી. હવે તે S-Pressoના નામ સાથે આવશે.

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી સૌથી નાની અને સસ્તી એસયૂવી S-Pressoને લોન્ચ કરવા જઇ રહી છે. મારૂતિની નવી એસયુવી માટે લોકો પણ ખૂબ આતુર છે, કારણ કે મીડિયા રિપોર્ટ્સમાં તેને સસ્તી SUV ગણાવવામાં આવી છે. મારૂતિની આગામી આ નવી કારની રિનોલ્ટ ક્વિડ સાથે ટક્કર ગણવામાં આવી છે. મારૂતિની S-Presso SUV કંપનીની એંટ્રી લેવલ કાર હશે. તેનું લોન્ચિંગ 30 સપ્ટેમ્બરના રોજ થવાની આશા છે.

ઉલ્લેખનિય છે કે SUV S-Presso માં 1.0 લીટરનું પેટ્રોલ એન્જિન હશે. આ એન્જિનનો 68 hp પાવર હશે અને આ 90 Nm નો ટોર્ક જનરેટ કરશે. કારને કંપની દ્વારા મેન્યુઅલ અને ઓટોમેટિક બંને વેરિએન્ટમાં રજૂ કરવામાં આવશે. એ પણ સમાચાર છે કે ઓટોમેટિક વેરિએંટને કંપની થોડા દિવસો બાદ લોન્ચ કરશે.

એક અહેવાલ પ્રમાણે આ કારની લંબાઇ 3565 mm, પહોળાઇ 1520 mm, પહોળાઇ 1564 mm અને વ્હીલ બેસ 2380 mm હશે. જ્યારે રિનોલ્ટ ક્વિડની લંબાઇ 679 mm, પહોળાઇ 1579 mm, ઉંચાઇ 1478 mm અને વ્હીલ બેસ 2422 mm છે. એટલે કે ઉંચાઇમાં મારૂતિની નવી કાર ક્વિડ કરતાં આગળ છે.

જાણકારોની આશા છે કે મારૂતિ તેને સસ્તી કાર તરીકે લોન્ચ કરશે, એવામાં તેની શરૂઆતી કિંમત 4 લાખ રૂપિયા હોઇ શકે છે. કંપની તેનું વેચાણ અરીના ડીલરશિપ દ્વારા કરશે. મારૂતિની આ કારમાં 27 લીટર ઓઇલની ક્ષમતાવાળું ફ્યૂલ ટેંક હશે. હાલની ક્વિડમાં 28 લીટરની ફ્યૂલ ટેંક છે. મારૂતિની અપકમિંગ કારની માઇલેજ પણ 24 કિમી પ્રતિ લીટરની આસપાસ હોઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન