Maruti Suzuki hikes the Car Prices on selected Models with 10000 INR
  • Home
  • Business
  • ગાડીના શોખીનો માટે માઠા સમાચાર આ કંપનીએ ભાવમાં કર્યો વધારો

ગાડીના શોખીનો માટે માઠા સમાચાર આ કંપનીએ ભાવમાં કર્યો વધારો

 | 3:29 pm IST

નવા વર્ષમાં મારૂતિ સુઝુકી તેના ગ્રાહકોને ઝટકો આપ્યો છે. જેઓ આ બ્રાન્ડની ગાડી ખરીદવાનુ વિચારી રહી છે તેમના માટે આ થોડા ખરાબ સમાચાર છે. વાત જાણે એમછે કે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીએ પોતાની કારોની કિંમતમાં વધારો કર્યો છે.

આ એલાન બાદ મારૂતિના કેટલાક મોડલ પર 10 હજાર રૂપિયા મોંઘી થઈ જશે. આ ભાવ તાત્કાલીક રીતે લાગુ થશે. આ પહેલા ટાટા મોટર્સે ડિસેમ્બરમાં 2018માં પોતાની કિંમતો વધારી હતી.

શું કહેવું છે કંપનીનું ?

કંપનીએ જણાવ્યુ છે કે તેના ખાસ મોડલોની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો 10 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. મારૂતિની એન્ટ્રી લેવલ Alto 800થી લઈને પ્રીમીયમ ક્રોસઓવર S-Cross સુધી પેચે છે જેની કિંમત 2.53 રૂપિયાથી લઈને 11.45 લાખ છે.

કંપની તરફથી કહેવામા આવ્યુ છે કે કોમોડિટીના ભાવ વધવાથી અને ફોરેન એક્સચેન્જ રેટ્સના કારણે કેટલાક ખાસ મોડલ પર કિંમત વધશે, જો કે કંપનીએ હજુ સુધી એ નથી જણાવ્યુ કે ક્યા મોડલ પર ભાવ વધશે. હાલમાં મારૂતિ સુઝુકીએ પોતાના કમર્શિયલ વ્હીકલ સુપર કૈરીના 5,900 યૂનિટ પરત લીધા હતા. આ સુપર કૈરી વાહનોમાં ફ્યુલ ફિલ્ટરમાં ખરાબીના કારણે આવુ કરવામાં આવ્યુ હતુ.