maruti wagonr cng launched at price and mileage
  • Home
  • Technology
  • Maruti WagonRનું નવું વર્ઝન આવ્યું, આપે છે 33 કિલોમીટરની માઇલેજ

Maruti WagonRનું નવું વર્ઝન આવ્યું, આપે છે 33 કિલોમીટરની માઇલેજ

 | 12:15 pm IST

Maruti Suzuki WagonRએ તેનું CNG વેરિયન્ટ લોન્ચ કરી દિધુ છે. ઉલ્લેખનિય છે કે, બે પેટ્રોલ એન્જિનમાં લોન્ચ કરવામાં આવેલી Maruti Suzuki WagonRને માત્ર એક એન્જિનની સાથે CNG ઑપ્શન સાથે માર્કેટમાં આપવામાં આવશે. WagonRનું CNG વેરિયન્ટ 3 કલરમાં ઉપલબ્ધ થશે. LXI CNGની કીંમત 4.84 લાખ અને LXI (O) CNGની કીંમત 4.89 લાખ રૂપિયા છે. આ કીંમત તેના પેટ્રોલ વેરિયન્ટથી રૂપિયા 65,000 વધારે છે.

ઉલ્લેખનિય છે કે Maruti WagonRના બેઝ વેરિયન્ટ Lxi અને LXi(0)માં CNGનો ઑપ્શન મળશે. આ બંને વેરિયન્ટમાં 1.0 લિટર પેટ્રોલનું એન્જિન છે. CNG વાળી WagonRના એક્શ શોરૂમની કિંમત 4.48 લાખ અને 4.91 લાખ રૂપિયા છે તે દાવો કરવામાં આવ્યો છે. જો Wagon R CNG આ કિંમતમાં લોન્ચ થઇ, તો કિંમતના મામલામાં Hyundai Santro CNGને ટક્કર આપી શકે છે. Santro CNG વેરિયન્ટની શરૂઆતી કિંમત 5.23 લાખ રૂપિયા છે. જોકે Santroના ટૉપ વેરિયન્ટ્સમાં CNG ઑપ્શન મળે છે.

Wagon R CNG 3 કલર વાઇટ, સિલ્વર અને ગ્રેમાં આવશે, જ્યારે પેટ્રોલ વેરિયન્ટ 6 કલર ઑપ્શનમાં આવશે. CNGમા 1. 0 લીટર, કે સિરીઝ એન્જિન 59 Bhpનો પાવર અને 70 Nm ટોર્ક જનરેટ કરશે. તેમાં માત્ર મેન્યુઅલ ટ્રાન્સમિશન મળશે. હાલમાં Maruti WagonR 2 પેટ્રોલવ એન્જિન ઑપ્શનમાં ઉપલબ્ધ છે.

જેમાં એક સ્વિફ્ટ વાળુ k-સીરિઝ, 1.2 લિટર, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે જે 83hpનો પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે. બીજી જૂની Wagon R મોડલ 1.0 લિટર એન્જિન છે, જે 67hpનો પાવર અને 90Nm ટોર્ક જનરેત કરે છે. બંને એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ (AGS) ધરાવે છે.

કંપનીએ દાવો કર્યો છે કે wagonRનું આ 1.0 લિટર એન્જિન 22.5 કિલોમીટર પ્રતિ લિટર 1.2 લિટર એન્જિન 21.5 કિલોમીટર પ્રતિ લિટરની માઇલેજ આપે છે. CNG વેરિયન્ટમાં ઘણા વધારે માઇલેજની આશા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન