4.54 રૂ.માં અનલિમિટેડ 4G ઇન્ટરનેટ, મેસેજ અને કોલ! - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • 4.54 રૂ.માં અનલિમિટેડ 4G ઇન્ટરનેટ, મેસેજ અને કોલ!

4.54 રૂ.માં અનલિમિટેડ 4G ઇન્ટરનેટ, મેસેજ અને કોલ!

 | 3:02 pm IST

હાલમાં મોબાઇલ કંપનીઓે પોતાના ગ્રાહકોને ઓછા પૈસામાં બહેતર સર્વિસ આપવાની સ્પર્ધામાં ઉતરી છે. આ કારણે બધી કંપની નવા-નવા પ્લાન લોન્ચ કરી રહી છે. હાલમાં રિલાયન્સ જિયોની ધન ધના ધન ઓફર તેમજ સમર સરપ્રાઇઝ ઓફર પૂરી થવાન છે. આ પહેલાં જિયોએ પોતાનો નવો પ્લાન જિયો ધન ધના ધન પોતાના યુઝર્સ માટે રજૂ કરી દીધો છે. આ સિવાય પણ જિયોએ પોતાના બીજા અનેક નવા પ્લાન રજૂ કર્યા છે.

જિયોના 509 રૂ.ના પ્લાનમાં 56 દિવસના વૈદ્યતા સાથે અનલિમિટેડ વોઇસ અને ઇન્ટરનેટની સુવિધા મળશે. આમં શરત છે કે યુઝરને 4G સ્પીડ સાથે રોજ 2GB ડેટા મળશે. આ લિમિટ પૂરી થયા પછી સ્પિડ 128kbps થઈ જશે. આમ, આ પ્લાનમાં યુઝરને રોજ માત્ર 4.54 રૂ.માં અનલિમિટેડ વોઇસકોલ અને ઇન્ટરનેટની સુવિધા મળી રહી છે. આ સિવાય જિયો ધન ધના ધન ઓફર અંતર્ગત યુઝરને 399 રૂ.માં 84 દિવસની વૈદ્યતા સાથે અનલિમિટેડ કોલ અને ઇન્ટરનેટની સુવિધા આપવામાં આવી રહી છે પણ એમાં યુઝરને રોજ 4G સ્પીડ સાથે માત્ર 1GB ડેટા મળશે. આ લિમિટ પૂરી થઈ ગયા પછી 128kbpsની સ્પિડથી ઇન્ટરનેટ મળ શે.

રિલાયન્સ જિયોના પ્રીપેઇડ યુઝર માટે સૌથી સસ્તું રિચાર્જ 19 રૂ.નું છે. આમાં યુઝરને 1 દિવસની વૈદ્યતા સાથે 200MB ડેટા અને અનલિમિટેડ વોઇસ કોલની સુવિધા મળશે. સૌથી મોંઘો પ્લાન 9,999 રૂ.નો છે જેમાં 390 દિવસની વૈદ્યતા સાથે 780GB ડેટા આપવામાં આવશે. આમાં કોઈ દૈનિક લિમિટ નથી.