મસાબા ગુપ્તાએ જણાવ્યું પિતા વિવિયન રિચાર્ડ્સને 66 વર્ષની ઉંમરે પણ નથી આવડતું આ કામ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • મસાબા ગુપ્તાએ જણાવ્યું પિતા વિવિયન રિચાર્ડ્સને 66 વર્ષની ઉંમરે પણ નથી આવડતું આ કામ

મસાબા ગુપ્તાએ જણાવ્યું પિતા વિવિયન રિચાર્ડ્સને 66 વર્ષની ઉંમરે પણ નથી આવડતું આ કામ

 | 5:51 pm IST

ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તા પોતાના પિતા અને વેસ્ટ ઇન્ડિયન ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સનો 66મો જન્મદિવસ મનાવવા માટે દુબઇ ગઇ હતી. બર્થડે સેલિબ્રેશનની એક તસવીર મસાબાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરમાં તે પિતા વિવિયન રિચાર્ડસ અને માં નીના ગુપ્તા સાથે દેખાઇ રહી છે. કેપ્શનમાં મસાબાએ લખ્યું કે, ‘તે પોતાના પિતાને સરપ્રાઇઝ આપવા માટે દુબઇ આવી અને અહીં ફેમેલી રીયુનિઅન થયું.’ મસાબાએ પિતાને વિશ કરતા મજાકમાં લખ્યું કે, ‘પપ્પા તમે 66 વર્ષનાં થઇ ગયા, પરંતુ તમને વ્હોટ્સએપ ચલાવતા નથી આવડતું અને તમે એવું વિચારો છો કે સ્માર્ટફોન શૈતાનનો અવતાર છે.’

 


ઉલ્લેખનીય છે કે 80નાં દશકમાં વિવિયન રિચાર્ડ્સ અને નીના ગુપ્તાનો સંબંધ ચર્ચાસ્પદ બન્યો હતો. અફેરની ચર્ચાઓ વચ્ચે નીના ગુપ્તાની પ્રેગ્નેન્સીનાં સમાચારો આવ્યા હતા અને ત્યારબાદ 1989માં મસાબાનો જન્મ થયો હતો. લગ્ન વગર સિંગલ મધર તરીકે નીના ગુપ્તાએ મસાબાનું પાલન-પોષણ કર્યું હતું. વર્ષ 2008માં નીનાએ દિલ્હીનાં વિવેક મહેરા સાથે લગ્ન કર્યા હતા.

મસાબા ગુપ્તા ફેશન ઇન્ડસ્ટ્રીમાં જાણીતુ નામ છે. મસાબાએ 2015માં ફેન્ટમ ફિલ્મ પ્રોડક્શન કંપનીનાં કો-ઑનર અને પ્રોડ્યુસર મધુ મંતેના સાથે લગ્ન કર્યા હતા.