ઝટપટ નોંધી લો તમે પણ સ્વાદિષ્ટ 'મસાલા કુલચા' બનાવવાની રીત - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • ઝટપટ નોંધી લો તમે પણ સ્વાદિષ્ટ ‘મસાલા કુલચા’ બનાવવાની રીત

ઝટપટ નોંધી લો તમે પણ સ્વાદિષ્ટ ‘મસાલા કુલચા’ બનાવવાની રીત

 | 4:34 pm IST

સામગ્રી
પાંચસો ગ્રામ મેંદાનો લોટ
ત્રણ ટીસ્પૂન દહીં
એક કપ હૂંફાળું દૂધ
એક ટીસ્પૂન ખાંડ
દોઢ ટીસ્પૂન યીસ્ટ
અડધી ટીસ્પૂન બેકિંગ પાઉડર
બે ટીસ્પૂન ઘી
મીઠું સ્વાદ અનુસાર

પૂરણ માટે
પાંચ નંગ બટાકા
એક ટીસ્પૂન લીલાં મરચાંની પેસ્ટ
એક ટીસ્પૂન ઝીણી સમારેલી ડુંગળીની પેસ્ટ
એક ટીસ્પૂન આદુની પેસ્ટ
મીઠું સ્વાદ અનુસાર
તેલ જરૂર મુજબ

બનાવવાની રીત
સૌ પ્રથમ પાણીમાં યીસ્ટ નાંખો. તેમાં એક ટીસ્પૂન ખાંડ ઉમેરો. દસ મિનિટ માટે આ મિશ્રણને એકબાજુ મૂકી રાખો. ત્યારબાદ તેમાં અડધી ચમચી લીંબુનો રસ ઉમેરો અને યીસ્ટ તૈયાર થઈ જશે. હવે એક મોટા બાઉલમાં મેંદાનો લોટ લો. તેમાં દહીં, દૂધ, ખાંડ, બેકિંગ પાઉડર, મીઠું અને એક ચમચી ઘી ઉમેરો. ત્યારબાદ તેમાં થોડું પાણી અને યીસ્ટ ઉમેરો. પછી તેનો લોટ બાંધી લો. બટાકાને બાફીને તેની છાલ ઉતારીને, તેનો ઝીણો માવો બનાવી લો. તેમાં લીલાં મરચાં, આદુ અને ડુંગળીની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ મીઠું અને તેલ ઉમેરો. હવે બાંધેલા લોટના લૂઆ બનાવીને તેને ગોળ રોટલી જેવો વણી લો. તેમાં બટાકાનું પૂરણ ભરો અને કુલચાની કિનારી પેક કરીને ફરી વણી લો. કુલચામાં છરી વડે કાણા પાડી દો. તવાને ગેસ પર મૂકો. તવો ગરમ થાય એટલે તેની ફરતી બાજુ એક ચમચી તેલ રેડો. ત્યારબાદ કુલચાને બંને બાજુ લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકી લો. તૈયાર છે સ્વાદિષ્ટ ‘મસાલા કુલચા’. જેને તમે કેરીના અથાણાં સાથે અથવા લીલી ચટણી કે ટામેટાં સોસ સાથે સર્વ કરો.