masood azhar case after china vito people starts trolling china
  • Home
  • Business
  • ચીનના વીટો પર સોશિયલ મીડિયામાં ગુસ્સો, યૂઝર્સ આવી રીતે કાઢે છે ભડાસ

ચીનના વીટો પર સોશિયલ મીડિયામાં ગુસ્સો, યૂઝર્સ આવી રીતે કાઢે છે ભડાસ

 | 3:44 pm IST

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને લઇને ચીને ફરી એકવાર પોતાની દાંડાઇ બતાવી છે. સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરવાની દરખાસ્ત પર ચીનએ વીટો લગાવી તેને અટકાવ્યું છે. પુલવામા હુમલા બાદ ભારત સહિતના સમગ્ર વિશ્વમાં લોકોમાં આતંક સામે ગુસ્સો છે.

ચાઇનાના વીટો પાવરના દુરઉપયોગ મામલે ટ્વિટર પર #BoycottChina અને #Boycottchineseproducts Twitter ટ્રેન્ડ કરી રહ્યું છે. જાણવા જેવી બાબત એ છે કે ચાઇનાએ આ પહેલીવાર કર્યું નથી. આ પહેલા પણ, જ્યારે ભારત મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરવાની દરખાસ્ત સાથે યુનાઇટેડ નેશન્સમાં ગયુ છે ત્યારે ચીનએ ભારતની યોજનાઓનું ઉલ્લંઘન કર્યું છે.

લોકોએ ટ્વીટ કરી છે કે આ વખતે આઈપીએલ ન જોવી જોઇએ. કારણ કે ઘણી બધી ચીની કંપનીઓ આ આઈપીએલમાં પ્રાયોજક બની ગઈ છે. થોડા દિવસ પહેલા પાકિસ્તાન સાથે ક્રિકેટ રમ્યા પછી દેશમાં ઘણો રોષ હતો. હવે લોકો કહે છે કે બીસીસીઆઈએ આ બાજુ કડક પગલાં લેવા જોઈએ.

એક વપરાશકર્તાએ #BoycottChina લખી કહ્યું છે કે ચાઇનાને પાઠ ભણાવો અને તેના અર્થતંત્રને એવો ઝટકો આપો કે તેની બુદ્ધિ ઠેકાણે આવી જાય. કારણ કે ચાઇના વિશ્વમાં નિકાસ દ્વારા જેટલા પૈસા કમાય છે, તેનો 50% ભાગ ભારતમાંથી કમાય છે.

ચીનની 50% કમાણીને બંધ કરો. એક વપરાશકર્તાએ #BoycottChina સાથે લખ્યુ છે કે હાલમાં પાકિસ્તાન (આતંકવાદને પોષનાર) ભારતના નિશાના પર છે. તેથી, હમણાં ફક્ત ચીન સાથે આર્થિક યુદ્ધ લડાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન