Masood Azhar challenges PM Modi, - ‘All are alive and all is well’
  • Home
  • Featured
  • આતંકી મસૂદ અઝહરની નફ્ફટાઈ, કહ્યું – નરેન્દ્ર મોદી મારી સાથે શૂટિંગ કે તીરંદાજીની સ્પર્ધા કરે

આતંકી મસૂદ અઝહરની નફ્ફટાઈ, કહ્યું – નરેન્દ્ર મોદી મારી સાથે શૂટિંગ કે તીરંદાજીની સ્પર્ધા કરે

 | 6:44 pm IST

પુલવામા હુમલાને અંજામ આપ્યા બાદ ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક કરી જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠનનો અદ્યતન કેમ્પનો ખાતમો બોલાવી દીધો હતો. આ હુમલા બાદ જૈશ-એ-મોહમ્મદનો સર્વેસર્વા રીતસરનો છટપટી ઉઠ્યો છે. આ છટપટાહટમાં મસૂદે પોતાનો બળાપો ઠાલવ્યો છે અને પાયાવિહોણા દાવાઓ કર્યા છે.

મસૂદ અઝહરે જૈશના અઠવાડિયાના સમાચારપત્ર અલ-કલામમાં એક કોલમમાં ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ઝેર ઓકતા લખ્યું છે કે, JeMને એરસ્ટ્રાઇક્સમાં થયેલા નુકસાન અને તેના સ્વાસ્થ્યને લઇને સતત ખોટાં સમાચારો જાહેર કરવામાં આવી રહ્યા છે. જૈશના 200થી વધુ આતંકીઓના મોત થયા છે તેમાં કોઇ સત્ય નથી. તમામ જીવિત છે અને બધાનું સ્વાસ્થ્ય સારું છે. જૈશના દરેક અઠવાડિયે પ્રકાશિત થતા સમાચાર પત્ર અલ-કલામમાં મસૂદ સાદી નામ હેઠળ કોલમ લખે છે.

સાથે જ અઝહરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેલેન્જ આપી છે કે, હું શારિરીક રીતે કેટલો સ્વસ્થ છું એ જાણવા માટે શૂટિંગ અથવા તીરંદાજીની સ્પર્ધા કરવા પણ તૈયાર છું. જો કે, આ લેખ મસૂદ અઝહરે જ લખ્યો છે કે કેમ? તે અંગે હજુ સુધી કોઇ ખાતરી થઈ શકી નથી. પરંતુ સાદી ઉપનામ મસૂદ અઝહરનું જ છે. આ કોલમમાં જે પ્રકારે લખવામાં આવ્યું છે તેમાં હાલની સ્થિતિ, સમાચારોને લઇને મસૂદે લખ્યું છે કે, સ્થિતિ સામાન્ય છે અને બધા જ સ્વસ્થ છે.

જૈશના સર્વેસર્વાએ ઉમેર્યું છે કે, આ આગ કાશ્મીરી યુવાનો આદિલ અહેમદ ડાર (પુલાવામાનો સ્યુસાઇડ બોમ્બર) જેવાએ લગાવી છે. અઝહરે ભારતના કબજા હેઠળના કાશ્મીર (PoK)માં ફ્રીડમ મૂવમેન્ટના નામે થતી આતંકી ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે.

ક્યારેય હોસ્પિટલ ગયો ના હોવાનો દાવો

મસૂદ અઝહરે પોતાના સ્વાસ્થ્ય અંગે કહ્યું કે, આ એકમાત્ર એવો મુદ્દો છે જેને તેને બોલવા મજબુર કર્યો છે. તેને નિશ્ચિત પ્રોપગન્ડા હેઠળ સ્વાસ્થ્ય અંગે બોલવા પર મજબૂર કરવામાં આવી રહ્યો છે. હું એકદમ સ્વસ્થ છું. મારાં કિડની અને લીવર સારી રીતે કામ કરી રહ્યા છે. છેલ્લાં 17 વર્ષમાં ક્યારેય હોસ્પિટલ નથી ગયો અને કોઇ નાની-મોટી બીમારી માટે પણ ડોક્ટરને મળ્યો નથી. મસૂદે લખ્યું કે, તે કુરાનમાં દર્શાવેલા ડાયટને ફોલો કરે છે અને આ જ પ્રકારનો ખોરાક તેને હાઇપર ટેન્શન અને ડાયાબિટીસથી બચાવે છે.

નફ્ફટ મસૂદ અઝહરે પોતાના લેખમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો હતો અને તેમના વિરૂદ્ધ ઝેર ઓક્યું હતું. આતંકી મસૂદ અઝહરે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના સ્વાસ્થ્યથી વિપરીત, હું સંપૂર્ણપણે સ્વસ્થ્ય છું, તેઓ બીમાર છે. હું તો તેમને ચેલેન્જ આપુ છું કે, મારી સાથે શૂટિંગ કે તીરંદાજીની સ્પર્ધા રાખે, જેથી તેઓને ખ્યાલ આવે કે મારું સ્વાસ્થ્ય કેટલું સારું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન