બુરખાધારી વિદ્યાર્થિનીઓની ઓળખ માત્ર મહિલા કર્મચારીઓ કરે : મહારાષ્ટ્ર બોર્ડ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • બુરખાધારી વિદ્યાર્થિનીઓની ઓળખ માત્ર મહિલા કર્મચારીઓ કરે : મહારાષ્ટ્ર બોર્ડ

બુરખાધારી વિદ્યાર્થિનીઓની ઓળખ માત્ર મહિલા કર્મચારીઓ કરે : મહારાષ્ટ્ર બોર્ડ

 | 12:19 am IST

મુંબઈ, તા. ૮

ગયા વર્ષે પરીક્ષા દરમ્યાન બુરખાઓ હટાવીને તેમના મોઢા દેખાડવાની ફરજ પડાતી હોવાની વિદ્યાર્થિનીઓ તરફથી ફરિયાદો મળવાને પગલે મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડે માત્ર મહિલા ટીચરો અથવા કોન્સ્ટેબલોને જ તેમ કરવાની મંજૂરી અપાશે એમ જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ફોર સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (MSBSHSE) દ્વારા જાહેર કરાયેલ એક નોટિફિકેશનમાં એવું જણાવાયું છે કે બુરખો પહેરેલી કોઈપણ વિદ્યાર્થિની એસએસસી/એચએસસી પરીક્ષા આપી શકશે અને જો કોઈ શંકા જણાય તો માત્ર કોઈ મહિલા કર્મચારીએ તેની હોલ ટિકિટ સાથે તેની ઓળખ ચકાસવી.

MSBSHSEના સેક્રેટરી ક્રિષ્ણરાવ પાટીલે જણાવ્યું કે પરીક્ષા દરમ્યાન બુરખો ન પહેરી શકાય તેવો કોઈ કાયદો નથી. તેમણે જણાવ્યું કે અનેક ફરિયાદો મળ્યા પછી તેમણે આ બાબતે સ્કૂલોને ફરી નોટિસો મોકલી છે.

રાજ્યના બોર્ડ તરફથી સ્પષ્ટ સૂચના મળવા છતાં છેલ્લાં બે વર્ષોમાં પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થિનીઓને તેમના બુરખા અથવા સ્કાફ હટાવીને ઓળખ આપવાની ફરજ પાડવાના અનેક કિસ્સા બન્યા હતા.

અંધેરી (પશ્ચિમ) સ્થિત હંસરાજ મોરારજી સ્કૂલના ઉદય નારેએ જણાવ્યું હતું કે સ્કૂલોએ સમજવું જોઈએ કે આટલી મહત્ત્વની પરીક્ષા વખતે વિદ્યાર્થીઓમાં ભયની લાગણી ફેલાવવાથી તેમની ચિંતામાં વધારો થશે.

;