rape on girl twice in a day in madhya pradesh by some boys
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મધ્ય પ્રદેશમાં 14 વર્ષની સગીરા સાથે દિવસમાં બે વખત ગુજારાયું સામુહિક દુષ્કર્મ

મધ્ય પ્રદેશમાં 14 વર્ષની સગીરા સાથે દિવસમાં બે વખત ગુજારાયું સામુહિક દુષ્કર્મ

 | 12:02 am IST

મધ્ય પ્રદેશના છિંદવાળાના મહુઆટોલા જંગલ વિસ્તારમાં 14 વર્ષની સગીરા સાથે એક જ દિવસમાં બે વખત સામૂહિક દુષ્કર્મ કરવાનો મામલો સામે આવ્યો છે. પહેલાં બે વ્યક્તિઓએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું જેની ચુંગાલમાંથી છૂટયા બાદ જ્યારે તે પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે અન્ય ત્રણ લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે પાંચની ધરરકડ કરી આ મામલે પોલીસ તપાસ આગળ વધારી છે. તેમજ પીડિતાને હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.

પોલીસ ઉચ્ચ અધિકારી નીરજ સોનીએ જણાવ્યું હતું કે, 14 વર્ષની સગીરા સાથે તા.7 જુલાઈના રોજ એક જ દિવસમાં બે વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. બે વ્યક્તિએ મહુઆટોલા જંગલની એક ઝૂંપડીમાં ઘટનાને અંજામ આપ્યો, જ્યારે અન્ય ત્રણ લોકોએ ફરીથી એ જ ઝૂંપડીમાં દુષ્કર્મ કર્યું.

આ કેસમાં મોહિત ભારદ્વાજ, રાહુલ ભોંડે, બંટી ભલાવી, અંકિત રઘુવંશી અને અમિત વિશ્વકર્મા એમ પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. મોહિત ભારદ્વાજ પીડિતાને લલચાવીને રાહુલ ભોંડેની ઝૂંપડીમાં લઈ ગયો હતો. જ્યાં બંનેએ ઘટનાને અંજામ આપ્યો હતો.

તા. ૭ જુલાઈએ કુંડીપુરા પોલીસ ચોકીમાં પરિવારજનોએ સગીરા ઘર ન આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી. તા.8 જુલાઈએ પીડિતા મહુલાટોલા વિસ્તારમાંથી મળી આવી હતી અને પોતાની આપવીતી સંભળાવી હતી. પોલીસે આ કેસમાં પાંચેય આરોપીની પૂછપરછ શરૃ કરી છે.