જર્મની જાવ તો અજગર પાસે મસાજ અચૂક કરાવજો

161

જર્મનીના ડ્રેસ્ડન શહેરમાં આવેલા સલૂનમાં અજગર મસાજ સેવા પૂરી પાડે છે. આ સલૂનનું નામ ધ હાર મડ ટીમ સલૂન. અજગર છેલ્લાં 13 વર્ષથી ગ્રાહકોને મસાજ કરી આપે છે.

મોંટી નામનો અજગર ખાસ કરીને ગરદન પર મસાજ કરી આપે છે અને ગ્રાહકોનું ટેન્શન દૂર કરે છે. સલુનના માલિકે જણાવ્યું હતું કે આ અજગર કર્મચારીની જેમ જ મસાજ કરી આપે છે. આ માટે ગ્રાહકો પાસેથી વધારાના ચાર્જ લેવાતો નથી, પરંતુ ગ્રાહકો જ તેમની મરજીથી અજગરના ખાવા-પીવા માટે ટીપ આપતાં જાય છે.

અજગર પાસે ગરદન મસાજ કરાવનાર ગ્રાહક હના હ્યુબોલ્ડે જણાવ્યં હતું કે અજગર ભારે વજનદાર છે. મને લાગ્યુ હતું કે ગરદન ફરતે મુકતા મને ઠંડી લાગશે, પંરતુ તેનાથી વિપરિત ગરમી લાગતી હતી.

આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં એક યુવતી ખુરશી પર બેસી છે અને તેની ગરદનને ફરત અજગર વિંટાયેલો છે. શરૂઆતમાં યુવતીના ચહેરા પર ગભરાટ સ્પષ્ટપણે જોઈ શકાય છે પરંતુ થોડીક જ વારમાં તે ખુશખુશાલ દેખાય છે.