NIFTY 9,438.25 +10.35  |  SENSEX 30,570.97 +106.05  |  USD 64.5450 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Football
  • આર્જેન્ટિનામાં મેસ્સીની મૂર્તિના કોઈએ કરી નાંખ્યા બે ટુકડા

આર્જેન્ટિનામાં મેસ્સીની મૂર્તિના કોઈએ કરી નાંખ્યા બે ટુકડા

 | 10:04 pm IST

આર્જેન્ટિનાના બ્યૂનસ આયર્સ સ્થિત સ્ટાર ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીની પ્રતિમાને તોડી નાખી છે. બ્રાંઝમાંથી બનાવાયેલી આ પ્રતિમાનું ગત વર્ષે જૂન મહિનામાં અનાવરણ કરાયું હતું. પ્રતિમાને બે ભાગમાં તોડી નખાઈ છે અને તેના ધડ, હાથ અને માથાને અલગ કરી દેવાયું છે. પ્રતિમા તોડવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જો કે, અધિકારીઓ દ્વારા આ પ્રિતમા બનાવવાનું ફરી કામકાજ શરૂ કરી દેવાયું છે.મેસ્સીની પ્રતિમા બ્યૂનસ આયર્સની ગ્લોરી સ્ટ્રીટ પર લગાવાઈ હતી જ્યાં આર્જેન્ટિનાના બીજા ઘણા પ્રખ્યાત ખેલાડીઓની પ્રતિમા લગાવાયેલી છે. ઉલ્લેખનિય છે કે, કોપા અમેરિકા કપ ટૂર્નામેન્ટ દરમિયાન ફાઈનલમાં આર્જેન્ટિનાને ચિલીએ પેનલ્ટી શૂટઆઉટમાં હરાવી દીધું હતું.

lionel-messi-01jpg

ફાઈનલમાં મેસ્સી પોતાના પેનલ્ટી કિક ગોલપોસ્ટમાં નાંખવાથી ચૂકી ગયો હતો. જેથી નિરાશ થઈને આંતરાષ્ટ્રીય ફૂટબોલથી સન્યાસની જાહેરાત કરી દીધી હતી. પાછળથી આર્જેન્ટિનામાં તેમના પ્રશંસકોએ તેમને નિવૃતિ પાછી ખેંચી લેવા પર મજબૂર કર્યાં હતા. અસલમાં મેસ્સીની હાજરીમાં આર્જેન્ટિનાની હાજરીમાં પાછલા ત્રણ વર્ષની અંદર ત્રણ વિશ્વસ્તરિય ફુટબોલ ટૂર્નામેન્ટમાં હારનો સમાનો કરવો પડ્યો છે. આમાં ફિફા વર્લ્ડકપ 2014 અને કોપા અમેરિકા કપની ફાઈનલ પણ સામેલ છે.

1