મરઘીના 176 ગ્રામના ઇંડાને ફોડતા જ જોનારાઓ દંગ રહી ગયા, કારણ કે... - Sandesh
  • Home
  • World
  • મરઘીના 176 ગ્રામના ઇંડાને ફોડતા જ જોનારાઓ દંગ રહી ગયા, કારણ કે…

મરઘીના 176 ગ્રામના ઇંડાને ફોડતા જ જોનારાઓ દંગ રહી ગયા, કારણ કે…

 | 12:06 pm IST

મરઘાપાલન કરનાર કોઇ શખ્સ માટે આ ખૂબ જ અચંબાની વાત હશે જ્યારે અચાનક એક દિવસ કોઇ મરઘી હદથી વધુ મોટું ઇંડું આપી દે અને જ્યારે આ ઇંડાને ફોડવામાં આવે તો તેમાંથી બીજું એક ઇંડું નીકળે. ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ સ્થિત પોલ્ટ્રી ફાર્મ ‘સ્ટૉકમૈન એગ્સ’માં આવું જ એક અચંબામાં મૂકનારું ઇંડુ મળ્યું છે. આ ઇંડાનું વજન 176 ગ્રામ છે, જે સરેરાશ ઇંડા કરતાં ત્રણ ગણું વધું છે.

‘સ્ટૉકમેન એગ્સ’ના માલિક સ્કૉટ સ્ટૉકમૈને કહ્યું કે જ્યારે તેઓ ઇંડાં એકત્રિત કરી રહ્યાં હતા, ત્યારે આ ઇંડું મળ્યું. આખી ટીમ ત્યારે દંગ રહી ગઇ જ્યારે આ ઇંડાને ફોડવા પર તેની અંદરથી બીજું એક ઇંડું નીકળ્યું.

સ્ટૉકમેને કહ્યું કે આ કુદરતનો ચમત્કાર છે. ભાગ્યે જ એવું બને કે એક ઇંડામાંથી બીજું ઇંડુ નીકળે. અમે ઇંડુ ફોડતા પહેલાં આખા સ્ટાફને બોલાવ્યો. ઇંડાની સાઇઝ જોઇને જ અમે અંદાજ લગાવ્યો હતો કે તેની અંદરથી 4 જરદી નીકળશે.

સ્ટૉકમેને કહ્યું કે જે શખ્સને આ ઇંડું મળ્યું તે અંદાજે 4 વર્ષથી તેમના ત્યાં કામ કરી રહ્યાં છે, પરંતુ આની પહેલાં કયારેય આટલું મોટું ઇંડુ મળ્યું નથી. સ્ટૉકમેનના પરિવાર દ્વારા સંચાલિત આ ફાર્મમાં પહેલાં પણ કેટલાંય મોટા ઇંડા મળ્યા છે. એકનું વજન તો 140 ગ્રામ સુધી હતું, પરંતુ આટલું મોટું ઇંડુ પહેલી વખત મળ્યું છે.

સ્ટૉકમેને કહ્યું કે અમે મરઘીઓની સારી રીતે દેખભાળ કરીએ છીએ અને તેને સૌથી સારો આહાર આપીએ છીએ. પરંત કોઇ મરઘીનું આટલું મોટું ઇંડુ આપવું પ્રકૃતિનો ચમત્કાર જ છે.