Massive Crypto Crash, will cryptocurrency be banned in India?
  • Home
  • Business
  • ક્રિપ્ટો માર્કેટમાં ભારે ઘટાડો, શું ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લાગશે?

ક્રિપ્ટો માર્કેટમાં ભારે ઘટાડો, શું ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લાગશે?

 | 11:43 am IST
  • Share

  • શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી પર બિલ લાવવાની તૈયારી

  • તમામ ક્રિપ્ટોકરન્સીમાં મોટો  ઘટાડો જોવા મળ્યો

સરકાર સંસદના શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી પર બિલ લાવવાની તૈયારી કરી રહી છે. દેશમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધના સમાચારથી ક્રિપ્ટો માર્કેટમાં હલચલ મચી ગઈ હતી. બિટકોઈન, ઈથેરિયમ, ટિથર સહિતની તમામ ક્રિપ્ટોકરન્સીમાં મોટો  ઘટાડો જોવા મળ્યો હતો.

જોતજોતામાં જ તમામ મુખ્ય ક્રિપ્ટોકરન્સી લગભગ 15 ટકા કે તેથી વધુ ઘટી છે. બિટકોઈન 17% કરતા વધુ, Ethereum લગભગ 15% અને Tether લગભગ 18% ડાઉન હતા.

હાલમાં ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ઉપયોગ અંગે કોઈ પ્રતિબંધ કે નિયમન નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહિને ક્રિપ્ટોકરન્સી પર વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સંકેત આપ્યો હતો કે આ મુદ્દાને ઉકેલવા માટે કડક નિયમનકારી પગલાં લેવામાં આવશે.

તેમણે સિડની ડાયલોગમાં પણ ચેતવણી આપતા ક્રિપ્ટોકરન્સી ખોટા હાથમાં ન જાય તેની ખાતરી કરવા તમામ દેશોને જણાવ્યું હતું. RBI અને SEBI જેવી નાણાકીય નિયમનકારી સંસ્થાઓ પણ ક્રિપ્ટોકરન્સી પર ચિંતા વ્યક્ત કરી ચુકી છે.

આ બિલમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલ સત્તાવાર ડિજિટલ ચલણની રચના માટે સહાયક માળખું બનાવવાની વાત કહી છે. આ પ્રસ્તાવિત બિલમાં ભારતમાં તમામ પ્રકારની ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની વાત કહેવાઈ છે. જો કે, ટેક્નોલોજી અને તેના ઉપયોગથી સંબંધિત ક્રિપ્ટોકરન્સીના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે આમાં કેટલાક અપવાદો છે.

ક્રિપ્ટોકરન્સી સામાન્ય ચલણથી અલગ 

ક્રિપ્ટોકરન્સી ફ્લેટ કરન્સી પર સરકારનું નિયંત્રણ હોતું નથી. તે ડિસેન્ટ્રલાઈઝ્ડ હોય છે. મોટાભાગના દેશોએ તેને કાનૂની માન્યતા આપી નથી. ક્રિપ્ટો સાથે પણ એવું છે કે તેનો એક નિશ્ચિત પુરવઠો હોય છે, તેથી ફુગાવાના કારણે કિંમતો ઘટવાનો કોઈ ભય રહેતો નથી. જો કે, તેનો ઉપયોગ ચલણની જેમ જ વસ્તુઓ અથવા સેવાઓ ખરીદવા માટે થાય છે.

કિંમતો કેવી રીતે નક્કી થાય છે

ક્રિપ્ટોકરન્સી બજારની અસ્થિરતા રોકાણકારો માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. અહીં ઝડપી ઉતાર-ચઢાવ કોઈને પણ એક ઝટકામાં ખુશ કરી શકે છે. ક્રિપ્ટોકરન્સીના ભાવમાં ઘટાડાથી ઘણા લોકો બરબાદ થયા હતા. જેમ જેમ ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ વધે છે તેમ તેમ તેની માંગ વધે છે અને આ રીતે તે કોઈનની કિંમત પણ વધે છે.

મર્યાદિત સંખ્યામાં ક્રિપ્ટોકરન્સી જનરેટ થાય છે

છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રિપ્ટોકરન્સીની સ્વીકૃતિ વધી છે, જેના કારણે તેની કિંમત પણ વધી છે. જે કોઈનના ઉત્પાદનનો ખર્ચ જેટલો ઊંચો છે, તેટલી તેની કિંમત વધારે હોય છે. રોકાણકારોએ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરતા કોઈન પસંદ કરવા જોઈએ, ભવિષ્યની સંભાવનાઓને પણ નજરઅંદાજ ન કરવી જોઈએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો