Massive Fire Breaks Out in Surat Sachin GIDC Area
  • Home
  • Featured
  • સુરત સચિન GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં આગ, અન્ય 3 ફેક્ટરી ચપેટમાં, 6 કલાક બાદ પણ બેકાબૂ

સુરત સચિન GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં આગ, અન્ય 3 ફેક્ટરી ચપેટમાં, 6 કલાક બાદ પણ બેકાબૂ

 | 11:12 pm IST

સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં એકાએક આગ લાગતાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી. કેમિકલ કંપનીમાં આગને કારણે ધૂમાડાના ગોટેગોટાં ઉડ્યા હતા. અને પાંચ કિમી દૂરથી પણ કાળા ડિબાંગ ધૂમાડા દેખાતા હતા. આગને કાબૂમાં લેવા માટે 10થી વધારે ફાયરબ્રિગેડની ગાડીઓ દોડી આવી હતી. પણ આગ પર હજુ સુધી કાબૂ મેળવી શકાયો નથી.

સુરત સચિન GIDCમાં આવેલી અંબિકા ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હતી. સાંજે પાંચ વાગે લાગેલી આગ 6 કલાક સુધી પણ કાબૂમાં આવી ન હતી. આગ એટલી વિકરાળ હતી કે તેણે બાજુની અન્ય 3 કંપનીઓને પણ પોતાની ચપેટમાં લઈ લીધી હતી. વિકરાળ આગ કેમિકલના કારણે વધુ પ્રસરી રહી છે. આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું હાલ પ્રાથમિક તબક્કે કહેવામાં આવી રહ્યું છે.

આગને કાબૂમાં લેવા માટે 10થી પણ વધારે ફાયરબ્રિગેડની ગાડીઓ દોડી આવી હતી. અને સુરત શહેર સહિત સુરત જિલ્લાની પણ ફાયરની ગાડીઓની મદદ લેવામાં આવી રહી છે. અને હજુ પણ આગ ઓલવવામાં ઘણો સમય લાગી શકે છે. જો કે આગને કારણે કેમિકલ કંપનીને લાખો-કરોડો રૂપિયાના નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન