Massive Fire broke out in Takshila Complex in Sarthana, Surat
  • Home
  • Gujarat
  • સુરતઃ કોમ્પલેક્ષમાં ભીષણ આગમાં 21થી વધુ વિદ્યાર્થીઓનાં દર્દનાક મોત

સુરતઃ કોમ્પલેક્ષમાં ભીષણ આગમાં 21થી વધુ વિદ્યાર્થીઓનાં દર્દનાક મોત

 | 5:03 pm IST

સુરતમાં ફરી એકવાર ભીષણ આગની ઘટના સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલાં તક્ષશિલા આર્કેટ એપાર્ટમેન્ટના બીજા માળે ભીષણ આગ લાગી હતી. આ ભયંકર આગમાં અનેક વ્યક્તિઓ ફસાયા હતા. આગની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી. 18 ફાઈર ફાઈટરના કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને આગમાં ફસાયેલાં લોકોને બહાર કાઢવા માટે કવાયત હાથ ધરી હતી.

  • ભીષણ આગની ઘટનામાં 20થી વધુ લોકોનાં મોત નિપજ્યા છે.
  • 30થી વધુ બાળકોએ જીવ બચાવવા છલાંગ લગાવી
  • કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા

  • ભીષણ આગને પગલે પીએમ મોદીએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું
  • સમગ્ર ઘટનાનો રિપોર્ટ ત્રણ દિવસમાં સોંપવા ગુજરાત સરકારનો આદેશ
  • મૃતકોનાં પરિવારજનોને 4 લાખની સહાય
  • બેદરકારો સામે કડક પગલાં ભરાશેઃ નીતિન પટેલ
  • કોમ્પલેક્ષમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો
  • શોર્ટ સર્કિટને કારણે લાગી હતી આગ

ઘટનાની ગંભીરતાને જોતાં ફાયરવિભાગે હાઈડ્રોલિક મંગાવ્યું હતું. ફાયર વિભાગની ટીમ દ્વારા મેજર કોલ જાહેર કરાયો છે. આગથી બચવા માટે યુવાનો બીજા માળેથી છલાંગ લગાવતાં નજરે ચઢ્યા હતા. ભીષણ આગને જોતાં 8 એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ટ્યુશનમાં બાળકો ફસાયા હોવાની જાણ થતાં જ વાલીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કોમ્પલેક્ષની નીચે વાલીઓ રડતાં જોવા મળ્યા હતા. તો બે વિદ્યાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જે બિલ્ડિંગમાં આગ લાગી છે તે, બિલ્ડિંગમાં ટ્યુશન ક્લાસ ચાલતાં હોવાની વિગત સામે આવી છે. અગાઉ પણ સુરતના વેસુના કોમ્પેલેક્ષમાં આગ લાગતાં ટ્યુશનના અનેક વિદ્યાર્થીઓ ફસાયા હતા અને મોત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન