Massive Protests Humiliates PM Imran Khan in Pakistan on Kashmir Issue
  • Home
  • Featured
  • કાશ્મીરનું ગાણું ગાઈ રહેલા ઈમરાન ઘરમાં પડ્યા ભોંઠા, ખુદ પાકિસ્તાનીઓએ જ ઝીંકી થપ્પડ

કાશ્મીરનું ગાણું ગાઈ રહેલા ઈમરાન ઘરમાં પડ્યા ભોંઠા, ખુદ પાકિસ્તાનીઓએ જ ઝીંકી થપ્પડ

 | 10:27 am IST

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન હવે પોતાના જ ઘરમાં બરાબરના ઘેરાઈ રહ્યાં છે. હવે કાશ્મીર મુદ્દે ભારત વિરૂદ્ધ ગાણાગાઈ રહેલા ઈમરાન ખાન વિરૂદ્ધ પોતાના લોકોએ જ મોરચો ખોલી દીધો છે. સંસદ બાદ હવે પાકિસ્તાનના જુદા જુદા વિસ્તારોમાં પણ સામાન્ય લોકો ઈમરાન ખાન વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા અને પાછા જાવના નારા લાગી રહ્યાં છે.  

ભારત દ્વારા કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 રદ્દ કરવામાં આવ્યા બાદ ગિન્નાયેલું પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને શુક્રવારે પાકિસ્તાન કબ્જાના કાશ્મીરની રાજધાની મુજફ્ફરબાદમાં રેલી યોજી હતી. જેમાં તેમણે મુજફ્ફરબાદનાં લોકોને ભડકાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો આ દાવ ઉલટો પડી ગયો. ઇમરાનની સામે PoK ના લોકોએ તેમને નિયાજી કહેતા ગો બેકનાં નારા લગાવ્યા.

ઇમરાન ખાનનું આખુ નામ ઇમરાન અહેમદ ખાન નિયાઝી છે પરંતુ તેઓ ઉપયોગ નથી કરતા. પીઓકેના લોકોએ કહ્યું કે, કાશ્મીર હિન્દુસ્તાન બનશે. સપ્ટેમ્બરનાં મહિના આ ત્રીજીવાર છે જ્યારે પીઓકેનાં લોકોએ પાકિસ્તાનનો વિરોધ કરીને તેને અરિસો દેખાડ્યો છે. આ અગાઉ 9 સપ્ટેમ્બરે તત્પાનીમાં લોકોએ પાકિસ્તાની સેના વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. ઇસ્લામાબાદથી મુજફરાબાદનું અંતર લગભગ 132 કિલોમીટર છે. 31 દિવસની અંદર બીજી વખત ઇમરાન ખાને આ અંતર કાપ્યું. પીઓકેમાં ઇમરાન ખાનનાં જલસાનું એક સત્ય એ પણ છે કે ત્યાં એકત્ર થયેલા ટોળા સ્વયંભુ નહોતા, પરંતુ તેને એબટાબાદ અને રાવલપિંડીથી ટ્રકોમાં ભરીને લાવવામાં આવ્યા હતા.

ઇમરાનનો પીઓકે પ્રેમ વધી જવાનું કારણ છે તેનો રાજનીતિક વિરોધ. જે ઇમરાન ખાન પર આરોપ લગાવે છે, તેના કાર્યકાળમાં મજફરાબાદ, પાકિસ્તાન પાસેથી છીનવનારુ છે. એટલા માટે ઇમરાન ખાને 31 દિવસની અંદર બીજી વખત PoKની મુલાકાતો લીધી. જો કે તેમની રેલીમાં કંઇ પણ નવું નહોતું. ઇમરાન ખાનનો ઇરાદો, કાશ્મીરનાં નામે જ જુના અને ઘસાયેલો એજન્ડા ચલાવવાનો હતો.

આ વીડિયો પણ જુઓ : વિદેશ મંત્રી એસ. જયશંકર પહોંચ્યા નર્મદા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન