ધરતીના ચુંબકિય ક્ષેત્ર સાથે અથડાઈ શકે છે સોલર સ્ટ્રોમ, દુનિયામાં અંધારપટની શક્યતા - Sandesh
NIFTY 10,367.90 -58.95  |  SENSEX 33,701.83 +-154.95  |  USD 64.9300 +0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ધરતીના ચુંબકિય ક્ષેત્ર સાથે અથડાઈ શકે છે સોલર સ્ટ્રોમ, દુનિયામાં અંધારપટની શક્યતા

ધરતીના ચુંબકિય ક્ષેત્ર સાથે અથડાઈ શકે છે સોલર સ્ટ્રોમ, દુનિયામાં અંધારપટની શક્યતા

 | 2:19 pm IST

અમેરિકાની સ્પેસ એજન્સી NASAએ ચેતવણી આપી છે કે, સૂર્યમાંથી 2 વિશાળ જ્વાળાઓ નિકળી રહી છે જેના કારણે સ્ટ્રોમ ઉભું થયું છે. આ સ્ટ્રોમ આજે ધરતીના ચુંબકિય ક્ષેત્ર સાથે ટકરાઈ શકે છે. જેના ગંભીર પરિણામો આવી શકે છે.

NASAના જણાવ્યા પ્રમાણે સોલર સ્ટ્રોમ ધરતી સાથે ટકરાવવાની સ્થિતિમાં અનેક ગંભીર અસર થઈ શકે છે. સેટેલાઈટને ગંભીર અસર પહોંચી શકે છે. તેની અસર જીપીએસ સિસ્ટમ પર અને કોમર્સિઅલ ફ્લાઈટ પર પડી શકે છે. દુનિયાના તમામ ખુણેથી વિજળી પણ ગુલ થઈ શકે છે અને અંધારપટ સર્જાઈ શકે છે.

શું છે સોલર જ્વાળાઓ (સોલર ફ્લેર્સ)

સૂર્યના વાતાવરણમાં થનારા અત્યંત શક્તિશાળી વિસ્ફોટોને સોલર ફ્લેર્સ (સૌર જ્વાળાઓ) કહેવામાં આવે છે. સૌર જ્વાળાઓ ધરતી પર સામાન્ય સ્તરથી વધારે રેડિએશન (વિકિરણ) પેદા કરે છે.

ક્યારે સર્જાય છે સોલર સ્ટ્રોમ

જ્યારે સોલર ફ્લેર્સ (સૌર જ્વાળાઓ) પૃથ્વિના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાય છે ત્યરે સૌર તોફાન સર્જાય છે.