માસ્ટરબેશન કરવાથી સ્કિન કાળી પડી જાય ? - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • માસ્ટરબેશન કરવાથી સ્કિન કાળી પડી જાય ?

માસ્ટરબેશન કરવાથી સ્કિન કાળી પડી જાય ?

 | 12:55 am IST

પ્રશ્ન : સર, મને એક મુંઝવણ છે કે જ્યારે જ્યારે હું માસ્ટરબેશન કરું છું, ત્યારે ત્યારે મને એવું લાગે છે કે મારી સ્કિન કાળી પડે છે. તેની સાથે ચહેરો પણ કાળો પડી ગયો છે. શરીરમાં થાક લાગે છે. તો શું માસ્ટરબેશનના કારણે એવું હોઇ શકે ? મારી વિનંતી છે કે સર તમે મારા આ પ્રશ્નનો જવાબ આપીને મારી મુંઝવણ દૂર કરો.

જવાબ : જી, ના તમે જે વિચાર કરી રહ્યાં છો તે ખોટા છે, માસ્ટરબેશન કરવાથી સ્કિન કાળી ન પડે. માસ્ટરબેશનને લઇને ઘણા લોકો માને છે, કે તેનાથી નુકસાન થતું હોય છે, પરંતુ હકીકતમાં માસ્ટરબેશન કરવાથી કોઇ નુકસાન થતું નથી. તથા તમે જણાવ્યું છે કે તમારા ચહેરા પર પણ કાળાશ આવી ગઇ તો તે તેનું કારણ માસ્ટરબેશન ના હોઇ શકે, બની શકે કે હોર્મોન્સ ચેન્જ થયા હોય અથવા તો તમને કોઇ દવાની સાઇડઇફેક્ટ થઇ હોય. તેથી તમે સ્કિનસ્પેશિયાલિસ્ટ પાસે જાઓ. તમારી સમસ્યા દૂર થશે.

પ્રશ્ન : હું ૧૫ વર્ષનો છું, મને સેક્સના વીડિયો જોઇને માસ્ટબેશન કરવાની ટેવ છે, તો શું તેનાથી મને કોઇ નુકસાન તો નહીં થાય ને ? જો નુકસાન થતું હોય તો ટેવ દૂર કરવા હું શું કરું ?

જવાબ : ભાઇ તમારા એકનો આ પ્રશ્ન નથી. માસ્ટરબેશનને લઇને ઘણા યુવાનોના મનમાં આ પ્રશ્ન ઉદ્દભવતો હોય છે. માસ્ટરબેશન કરવાથી કોઇ નુકસાન થતું નથી, પરંતુ ઘણા યુવાનો પોતાના શરીરમાં થતા કોઇપણ બદલાવને માસ્ટરબેશન સાથે જોડે છે. જે લોકો માસ્ટરબેશન પોતાના શારીરિક સંતોષ માટે કરતા હોય તે લોકો માસ્ટરબેશનને પોતાની ટેવ માની લે છે. માસ્ટરબેશન કરવાની ટેવ તે માનસિકતા સાથે જોડાયેલી છે,  વ્યક્તિ જાતે જ નક્કી કરવું પડે તથા મનોબળ મક્કમ રાખો. તે પહેલા તમારા મગજમાં રહેલી ગ્રંથિને દૂર કરો, માસ્ટરબેશનથી કોઇપણ પ્રકારનું નુકસાન થતું નથી, તેથી ચિંતા કરવાની જરૂર નથી.

પ્રશ્ન : હેલો સર, મારા પેનિસની સાઇઝ કરતાં ફોરસ્કિન મોટી છે. તેનાથી મને માસ્ટરબેશનમાં દુખાવો કે અન્ય કોઇ તકલીફ થતી નથી, પરંતુ હું તેને સ્પર્શ કરી શક્તો નથી. હું માસ્ટરબેશન રેગ્યુલર કરંુ છું, પરંતુ મારા લગ્ન બાદ વાઇફ સાથે સેક્સ કરતી વખતે કોઇ પ્રોબ્લેમ નહીં થાય ને ? એટલે કે હું મારી વાઇફને સંતોષ આપી શકીશ.

જવાબ : તમારી સમસ્યા સામાન્ય છે, ઘણા પુરુષોને આ સમસ્યા હોય છે. તમે જણાવ્યું છે કે માસ્ટરબેશન કરતી વખતે તમને કોઇ તકલીફ કે દુખાવો પણ થતો નથી, તથા તેની સાથે જ તમે કહો છો કે તમે તેને સ્પર્શ કરી શકતા નથી. તમે શું કહેવા માંગો છો, તે તમે સ્પષ્ટ રીતે જણાવ્યું નથી. લગ્ન બાદ વાઇફ સાથે સેક્સ કરવામાં બની શકે કે તમને દુખાવો થાય પણ ખરો ? અને ના પણ થાય ? તેથી તેના ઉપાયમાં ઘણા ડોક્ટર ઓપરેશનની સલાહ આપતા હોય છે, તેથી તમે પણ ડોક્ટર પાસે ચેકઅપ કરાવો.

પ્રશ્ન : નમસ્તે સર હું ૨૪ વર્ષનો પરણીત પુરુષ છું. મારે ગુપ્ત અંગની તકલીફ છે. હું જ્યારે પેશાબ કરું છું, પછી મારા પેશાબમાંથી ખરાબ સ્મેલ આવે છે, તો મને તેનો ઉપાય જણાવો.

જવાબ : ભાઇ અહીં તમે તમારા ગુપ્ત અંગમાં તકલીફ જણાવો છો, પરંતુ તમે સ્પષ્ટ નથી કયુંર્ કે તમને શું તકલીફ છે ? તેથી કોઇપણ પ્રકારનો ઉપાય કેવી રીતે જણાવી શકાય? તેમ છતાં તમે જે રીતે જણાવો છો કે તમે યુરીન કરવા જાવ તો તેમાંથી ખરાબ સ્મેલ આવે છે. તો તે માટે અનેક કારણ જવાબદાર હોઇ શકે છે, બની શકે કે તમે દવા એવી કોઇ લીધી હોય, પાણી ઓછું પીતા હોવ વગેરે જેવા કારણ હોઇ શકે છે. તેથી આ સમસ્યા તમને ઘણા સમયથી રહેતી હોય તો તમે ડોક્ટર પાસે ચેકઅપ કરાવો તે તમને યુરીન ટેસ્ટ કરાવવાની સલાહ આપશે, ત્યાર બાદ તમારી આ સમસ્યાનું નિદાન ડોક્ટર જ કરશે.