NIFTY 9,754.35 -83.05  |  SENSEX 31,258.85 +-265.83  |  USD 64.1300 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • હવે તમારી આંગળીથી થશે ચૂકવણી, પિનની જરૂર નહીં પડે…

હવે તમારી આંગળીથી થશે ચૂકવણી, પિનની જરૂર નહીં પડે…

 | 4:03 pm IST

જો તમે તમારા ATMનો પિન ભૂલી જાઓ તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે ટૂંક સમયમાં જ બાયોમેટ્રિક કાર્ડ દ્વારા પોતાની આંગળીના નિશાનથી જ ચૂકવણી કરી શકાશે.

અમેરિકાની કાર્ડ કંપની માસ્ટરકાર્ડ એ આજે નવા બાયોમેટ્રિક કાર્ડની શરૂઆત કરે, તેમાં લાગેલ ચિપ અને આંગળીઓના નિશાન દ્વારા કોઇપણ સ્ટોર પરથી સામાન ખરીદતા સમયે કાર્ડધારકની ઓળખની પુષ્ટિ કરી શકાય છે.

તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકામાં પ્રાયોગિક રીતે કાર્ડનું પરિક્ષણ કરાયું હતું. અત્યારે આંગળીઓના નિશાનનું સ્કેનિંગ કરવાની તકનીકના આધાર પર કાર્ડનું નિર્માણ મોબાઈલ ચૂકવણી માટે કરાયું અને ટૂંક સમયમાં જ સમગ્ર વિશ્વમાં ઇએમવી ટર્મિનલ પર આધારિત કાર્ડ પણ વિકસાવી શકે છે.