Mata Sita is associated with the birth of beautiful story Video
  • Home
  • Featured
  • માતા સીતાનાં જન્મ સાથે જોડાયેલી છે સુંદર કથા, જાણો વિગતે – Video

માતા સીતાનાં જન્મ સાથે જોડાયેલી છે સુંદર કથા, જાણો વિગતે – Video

 | 9:08 am IST

સીતા એક એવું ચરિત્ર છે. જેનાથી સૌને જ્ઞાન પ્રાપ્ત થાય છે. સીતા માતાનાં ચરિત્રનું વર્ણન દરેક વેદોમાં ખૂબ સુંદર શબ્દોમાં કરવામાં આવ્યું છે. વાલ્મિકી રામાયણમાં પણ દેવી સીતાને શક્તિ સ્વરુપા, મમતામયી, રાક્ષસ નાશિની, પતિવ્રતા વગેરે કેટલાય ગુણોથી સજાવવામાં આવ્યા છે. સીતા માતાના જન્મ દિવસને સીતા અથવા જાનકી જયંતિનાં રુપમાં ઉજવવામાં આવે છે. સીતા જયંતિને સમગ્ર દેશમાં ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવે છે.

આ દિવસે વિવાહિત સ્ત્રીઓ પોતાનાં પતિનાં આયુષ્ય માટે વ્રત કરે છે. સીતા માતાને જાનકી તરીકે પણ ઓળખવામાં આવે છે. માટે તેની જયંતિને જાનકી જયંતિ પણ કહેવાય છે. તેમનાં પિતાનું નામ જનક હતું. એકવખત રાજા જનકનાં રાજ્યમાં કારમો દુકાળ પડ્યો. પ્રજાનાં ઉદ્ધાર માટે રાજાએ યજ્ઞ કરવાનું પ્રયોજન કર્યુ. રાજા જાતે આ માટે ખેતરમાં હળ ચલાવી રહ્યા હતા. હળ ચલાવતી વખતે જમીનમાં હળનો અગ્રભાગ ખૂંપી ગયો.

હળ ત્યાથી આગળ ન ચાલતા, રાજા જનકે માટી દૂર કરીને જાયું. રાજાને એક પેટી મળી આવી. આ પેટીને ખોલવામાં આવી, તો તેમાં એક સુંદર કન્યા હતી. રાજા જનકે તેને પુત્રી તરીકે સ્વીકાર કરી. હળનાં અગ્રભાગનાં કારણે મળી આવેલી હોવાથી તેનું નામ સીતા પડ્‌યું. કારણકે હળનાં અગ્ર ભાગને સીત કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન