Match Between New Zealand And Shrilanka and Australia Afghanistan
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપ: શનિવારે ન્યૂઝીલેન્ડ-શ્રીલંકા અને ઑસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન વચ્ચે બેટ-બૉલનો જંગ

વર્લ્ડ કપ: શનિવારે ન્યૂઝીલેન્ડ-શ્રીલંકા અને ઑસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન વચ્ચે બેટ-બૉલનો જંગ

 | 11:25 pm IST
  • Share

આઈસીસી વિશ્વ કપ 2019 ધીરેધીરે પોતાનો રંગ પકડી રહ્યો છે. અત્યાર સુધી 2 મેચો પૂર્ણ થઈ છે, જેમાં એક મેચમાં યજમાન ઇંગ્લેન્ડનો અને બીજી મેચમાં વેસ્ટઈન્ડીઝનો વિજય થયો છે. તો આવતીકાલે 1 જૂનનાં રોજ ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામ-સામે ટકરાશે. તો અન્ય મેચમાં ઑસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન સામે બાથ ભરશે. શનિવારનાં રોજ સોફિયા ગાર્ડન્સ મેદાન પર ન્યૂઝીલેન્ડનો સામનો શ્રીલંકા સામે થશે. આ મેચમાં ન્યૂઝીલેન્ડ શ્રીલંકા કરતા મજબૂત માનવામાં આવે છે.

ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની તાકાત અને કમજોરી

2015ની ફાઇનલમાં જગ્યા બનાવનાર ન્યૂઝીલેન્ડની ટીમને આ વખતે પણ સેમિફાઇનલ સુધીની દાવેદાર માનવામાં આવે છે. ન્યૂઝીલેન્ડે પોતાની પ્રેક્ટિસ મેચમાં ભારતને મોટો પરાજય આપ્યો હતો. તો શ્રીલંકાનું તાજેતરનું પ્રદર્શન સારું રહ્યું નથી અને કદાચ આ પહેલો વિશ્વ કપ હશે જેમાં શ્રીલંકા નબળી ટીમ તરીકે વિશ્વ કપમાં સામેલ થઈ છે. ન્યૂઝીલેન્ડે એક તરફ ભારત સામે વિજય મેળવ્યો હતો તો વેસ્ટઇન્ડીઝ સામે તેનો પરાજય થયો હતો અને વેસ્ટઇન્ડીઝે પ્રેક્ટિસ મેચમાં 400થી વધારે રન બનાવ્યા હતા. જો કે ન્યૂઝીલેન્ડનાં બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું હતુ. શ્રીલંકાની ટીમની મુખ્ય નબળાઈ છે કે તેમની ટીમમાં કોઈ હિટર નથી અને તેનો બેટિંગ ક્રમ પણ નબળો જણાઈ રહ્યો છે.

ઑસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનનાં સ્પિનર્સથી રહેવું પડશે સાવધાન

શનિવારનાં રોજ બીજી મેચ ઑસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. ચાર વર્ષ પહેલા જ વિશ્વ ક્રિકેટનાં નકશામાં આવેલી અફઘાનિસ્તાનની ટીમે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. બીજી તરફ ઑસ્ટ્રેલિયાની ટીમને ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે અને તેની બેટિંગ લાઇનઅપ પણ ઘણી જ મજબૂત જણાઇ રહી છે. અફઘાનિસ્તાનની તાકાતની વાત કરીએ તો તેની મુખ્ય તાકાત બૉલિંગ છે. રાશિદ ખાન, મુજીબ-ઉર-રહમાન અને મોહમ્મદ નબી જેવા શાનદાર સ્પિનર્સ અફઘાનિસ્તાન પાસે છે, જેઓ મોટા બેટ્સમેનને પોતાની બૉલિંગથી તંબૂ ભેગા કરી શકે છે. અફઘાનિસ્તાન માટે બેટિંગ ચિંતાનો વિષય છે. પ્રેક્ટિસ મેચમાં જરૂર અફઘાનિસ્તાને પાકિસ્તાનને પરાજય આપ્યો હતો, પરંતુ આ મેચમાં તેમના બેટ્સમેન્સ કંઇ ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા.

સ્મિથ-વૉર્નર ટીમમાં આવવાથી ઑસ્ટ્રેલિયાની બેટિંગ મજબૂત

બીજી તરફ ઑસ્ટ્રેલિયાની ટીમ શાનદાર ફૉર્મમાં છે. આ ટીમે ભારતને ભારતમાં હરાવ્યું હતુ અને પાકિસ્તાનને પણ 4-0થી પરાજય ચખાડ્યો હતો. તેમના માટે સારી વાત એ છે કે તેના બે મુખ્ય બેટ્સમેન ડેવિડ વૉર્નર અને સ્ટીવ સ્મિથ પ્રતિબંધ બાદ ટીમમાં પરત ફર્યા છે. આ ઉપરાંત ઑસ્ટ્રેલિયા પાસે એરૉન ફિંચ, ઉસ્માન ખ્વાજા અને ગ્લેન મેક્સવેલ જેવા શાનદાર બેટ્સમેન્સ છે. બૉલિંગમાં ઑસ્ટ્રેલિયાની પાસે મિશેલ સ્ટાર્ક, જેસન બેહરનડૉર્ફ, નાથન કુલ્ટર નાઇલ અને પૈટ કમિન્સ જેવા ઝડપી બૉલર્સ અને એડમ ઝમ્પા અને નાથન લૉયન જેવા શાનદાકર સ્પિનર્સ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો