મથુરાનો હેમંત બ્રિજવાસી બન્યો  રાઇઝિંગ સ્ટાર ટુનો વિજેતા - Sandesh
  • Home
  • Entertainment
  • મથુરાનો હેમંત બ્રિજવાસી બન્યો  રાઇઝિંગ સ્ટાર ટુનો વિજેતા

મથુરાનો હેમંત બ્રિજવાસી બન્યો  રાઇઝિંગ સ્ટાર ટુનો વિજેતા

 | 1:14 am IST

કલર્સ ટીવી પર આવતા રિયાલિટી સિંગિંગ શો રાઈઝિંગ સ્ટાર ટુનો પુરસ્કાર મથુરાના હેમંત બ્રિજવાસીને મળ્યો છે. રવિવારે થયેલી ફિનાલેમાં હેમંતને ૮૩ ટકા વોટ મળ્યા હતા. ફિનાલેમાં હેમંત સાથે પંજાબનો રોહનપ્રીત સિંહ, કેરળની વિષ્ણુમાયા રમેશ અને ઝૈદઅલી જેવા સ્પર્ધકો હતા. હેમંતે ત્રણેય સ્પર્ધકોને માત આપી વિનર ટ્રોફી સાથે વીસ લાખ રૂપિયા પોતાને નામ કર્યા હતા. હેમંતે આ અગાઉ લગભગ નવ વર્ષ પહેલાં ઝી ટીવીના સિંગિંગ શો સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સનો પુરસ્કાર જીત્યો હતો. શોના જજ શંકર મહાદેવન, મોનાલી ઠાકુર, દિલજિત દોસાંજે વિજેતા સાથે રનર અપને ટ્રોફી આપી હતી.