મેટ્રિમોનિયલ સાઇટ પરથી યુવતીઓના ફોટા લઇ મોર્ફ કરી બ્લેકમેઇલિંગ કરતી ગેંગ પકડાઇ

12

અમદાવાદ,તા.૧૩

મેટ્રિમોનિયલ સાઇટ પરની યુવતીઓ સાથે ફેન્ડશિપ કરી તેમને લગ્નની લાલચ આપી યુવતીઓના અંગત ફોટાઓ મેળવી તેને મોર્ફ કરી બીભત્સ બનાવી વેબસાઇટ પર ઔવાઇરલ કરવાની ધમકી આપી નાણાં પડાવતી નાઇજીરિયન ગેંગને ઔસાઇબર ક્રાઇમે પકડી પાડી છે. દિલ્હી ખાતેથી બંને નાઇજીરિયનો પકડાયા છે અને તેમની પાસેથી ૧૯ લાખ જેટલા ઇમેલ આઇડી મળ્યા છે.

અમદવાદમાં નોકરી કરતી કવિતા શર્મા નામની યુવતી લગ્ન કરવા માટે ષ્ઠરિૈજંૈટ્વહદ્બટ્વંિૈર્દ્બહઅ.ર્ષ્ઠદ્બ નામની વેબસાઇટ પર પોતાની પ્રોફાઇલ મૂકી હતી રાજુ વિલિયમ નામના ફેક પ્રોફાઇલ બનાવી કવિતાનો સંપર્ક કર્યો હતો અને યુએસમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો હોવાનું જણાવ્યું હતુ. હું તારો ભવિષ્યનો પતિ છું તેમ કહી યુવતી પાસે તેના ફોટા મંગાવતો હતો. ત્યાર બાદ હુ કેનેડા જાઉ છું તે પહેલા તારા માટે ગીફ્ટ પાર્સલ કરું છુ જેમાં ૩૫ હજાર પાઉન્ડ છે જે તુ મેળવી લે હુ કેનેડાથી ભારત આવું છે તેમ જણાવતો હતો. ત્યાર બાદ હુ દિલ્હી કસ્ટમ વિભાગમાંથી બોલું છું તમારૂ પાર્સલ આવ્યું છે જ્યુટી ૪૩૮૦૦ વિજ્યા બેંક એકાઉન્ટમાં ભરવા પડશે તેમ જણાવતા હતા. કવિતાએ પૈસા ભરવાની ના પાડી હતી અને રાજુને ફોન કરતા તેણે ધમકી આપી હતી કે, પૈસા ભરી દે નહી તો હુ તારા ફોર્ટા મોર્ફ કરી વાઇરલ કરી તને બદનામ કરી દઇશ. આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. દિલ્હી ખાતે સાઇબર ક્રાઇમના પીઆઇ તરલ ભટ્ટ ગયા હતા. દિલ્હીથી લોના અનુક્વુ થોમસ અને ચુક્વુમેકા સેલેસ્ટાઇન આઇબેનેમેને પકડી પાડયા હતા. તેમની પાસેથી બે લેપટોપ, ૧૧ મોબાઇલ ૭ ડોંગલ, ૧૨ સીમકાર્ડ મળી ૯૩ હજારની મત્તા મળી છે.  આ અગે જેસીપી જે.કે.ભટ્ટે જણાવ્યું હતું કે, આરોપી ૨૦૧૧માં ભારતમાં બિઝનેશ વિઝા પર આવ્યા છે. ફેક આઇડી પર ખોટા ફોટા મુકી યુએસ આર્મી, ડોકટર, એન્જીન્યર,સાયન્ટીસ્ટ દરીકે પોતાની નોકરી બતાવી યુવતીઓને ફસાવે છે. દરમ્યાનમાં યુવતીઓ પાસે ચેટ કરી લગ્નની લાલચ આપતા અને ગીફટ મોકલવાનું કહી ચીટીંગ કરતા હતા. આરોપીઓ પાસેથી ૧૬ બોગસ બેંકના ખાતા મળ્યા છે. આરોપી ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ, બિહાર અને આન્ધ્રપ્રદેશ સહિતના રાજ્યોની યુવતીઓ સાથે ઠગાઇ કરી છે.