Mauni Roy and Katrina Kaif In Durga Pooja, Mauni Did Dance
  • Home
  • Featured
  • Photos: મા દુર્ગાનાં દરબારમાં પહોંચી મૌની રૉય-કેટરીના કૈફ, મૌનીએ કર્યો ડાન્સ

Photos: મા દુર્ગાનાં દરબારમાં પહોંચી મૌની રૉય-કેટરીના કૈફ, મૌનીએ કર્યો ડાન્સ

 | 8:43 am IST

બોલીવુડ સ્ટાર્સ પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય નીકાળીને મા દુર્ગાનાં દર્શન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન કેટરીના કૈફ અને મૌની રૉયનાં લૂકે ફેન્સનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતુ. પિંક કલરની સાડીમાં કેટરીના કૈફ ઘણી જ સુંદર લાગી રહી હતી. તો મૌની રૉય વ્હાઇટ અને બ્લેક કલરની સાડીમાં મા દુર્ગાનાં દરબારમાં પહોંચી હતી. મૌની સાથે ડાયરેક્ટર અયાન મુખર્જી જોવા મળ્યા હતા.

દુર્ગા પૂજાનાં પંડાલમાં પહોંચીને મૌનીએ પારંપરિક અંદાજમાં ડાન્સ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 34 વર્ષિય મૌની રૉય છેલ્લે અક્ષય કુમારની ફિલ્મ ‘ગૉલ્ડ’માં જોવા મળી હતી. મૌની રૉય આગામી ફિલ્મ ‘રૉમિયો અકબર વૉલ્ટર’, ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘મેડ ઇન ચાઇના’માં જોવા મળશે. કેટરીના કૈફ ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’માં જોવા મળશે.