મેક્સી ડ્રેસ સાથે આ રીતે મેચ કરો ચંપલ અને એસેસરીઝ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • મેક્સી ડ્રેસ સાથે આ રીતે મેચ કરો ચંપલ અને એસેસરીઝ

મેક્સી ડ્રેસ સાથે આ રીતે મેચ કરો ચંપલ અને એસેસરીઝ

 | 6:44 pm IST
  • Share

મેક્સી ડ્રેસ એવો પસંદ કરો કે જે તમારા ફિગર પર બરાબર બેસે. સ્પેશ્યલી થાઇસ અને હિપ્સ પાસે અને કમરના ભાગ પાસે ડ્રેસ થોડો લુઝ હોવો જોઈએ. તો જાણી લો તમે પણ આવી જ કેટલીક ટિપ્સ વિશે….

નેક પેટર્ન
મેક્સી ડ્રેસમાં પણ બીજા ડ્રેસિસની જેમ જ અનેક નેક પેટર્નના ઓપ્શન છે. સ્ટ્રેઇટ નેક લાઇન સાથે ખભા પર પાતળી પટ્ટીઓ હોય એવી મેક્સી સારી લાગશે. મેક્સી ડ્રેસ મોટા ભાગે પાતળી પટ્ટીવાળો અથવા સ્લીવલેસ જ સારો લાગે છે. આ સિવાય હોલ્ટર નેક પણ મેક્સીમાં સારી લાગશે. ડીપ વી નેક કે ઓવરલેપ પેટર્ન પણ આમાં સારી લાગે છે.

ફેબ્રિક કલર અને પ્રિન્ટ
કોટન અને મલમલ મેક્સી ડ્રેસ માટે બેસ્ટ છે. આ સિવાય જો કમ્ફર્ટેબલ લાગે તો જ્યોર્જેટ અને શિફોનમાં અંદર અસ્તર નાખીને મેક્સી ડ્રેસ બનાવડાવી શકાય. મેક્સી ડ્રેસમાં પ્રિન્ટની પસંદગી ફિગર પ્રમાણે કરી શકાય. પાતળી ફિગર હોય ત્યારે થોડી બોલ્ડ પ્રિન્ટ પણ પહેરી શકાય. પાતળા ફિગર પર ડાર્ક ન્યુટ્રલ કલર્સ સારા લાગશે. જેમકે બ્લેક, ચોકલેટ બ્રાઉન, ડીપ પ્લમ અને ગ્રીન વગેરે. આડી પટ્ટીઓ પણ પાતળી ફિગર પર સારી લાગશે. ટ્રાઇબલ પ્રિન્ટ પણ આજકાલ મેક્સીમાં ઇન છે.

જૂતાંની પસંદગી
જો હાઇટ લાંબી હોય તો કમ્ફર્ટેબલ મેક્સી સાથે એટલા જ આરામદાયક એવા ફ્લેટ ચંપલ અથવા સેન્ડલ બેસ્ટ રહેશે અને જો હાઇટ થોડી નાની હોય તો મેક્સી ડ્રેસમાં ઊંચી હીલ પહેરવી જરૂરી છે નહીં તો હાઇટ વધુ નાની લાગશે.

એસેસરીઝ
મોટો બીડેડ અથવા બીબ નેકલેસ ઓપન નેકવાળી મેક્સી ડ્રેસ સાથે સુંદર લાગશે. આ સિવાય બીડેડ બ્રેસલેટ્સ પણ સારા લાગશે. બેલ્ટ જેવી ઍક્સેસરી મેક્સી ડ્રેસ સાથે પહેરવાની ભૂલ ન કરવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન