NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • મેક્સવેલે ઉતારી જાડેજાની સ્ટાઇલની જબરી નકલ! Video જોઈને પડી જશે જલ્સો

મેક્સવેલે ઉતારી જાડેજાની સ્ટાઇલની જબરી નકલ! Video જોઈને પડી જશે જલ્સો

 | 2:25 pm IST

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ હાલમાં ભારતના પ્રવાસ પર છે ત્યારે બીજી તરફ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એશીઝ ક્રિકેટ ગેમ જાહેર કરવાની ઘોષણા કરી છે. આ દરમિયાન ગેમના વીડિયોમાં અલગઅલગ ક્રિકેટર્સની સ્ટાઇલ પર ફોક્સ કરવામાં આવ્યું છે.

હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઓસ્ટ્રેલિયાના ધુરંધર ગ્લેન મેક્સવેલે પોતાના અનેક શોટ્સ દેખાડ્યા છે જેમાં કવર ડ્રાઇવ, હુક, પુલ અને તેના લોકપ્રિય રિવર્સ સ્વીપ પણ શામેલ છે. વીડિયોના રેકોર્ડિંગ પછી તેણે કેમેરા સામે પોતાના કેટલાક ટીમ મેટ્સની નકલ પણ ઉતારી છે.

ખાસ વાત તો એ છે કે મેક્સવેલે ટીમ ઇન્ડિયાના ખેલાડી વીરેન્દ્ર સહેવાગ તેમજ રવિન્દ્ર જાડેજા જેવા અનેક ધમાકેદાર બેટ્સમેનોની પણ નકલ કરી છે. જાડેજાની ફેમસ ‘તલવારબાજી’ સ્ટાઇલ પણ કરીને બતાવી હતી. નોંધનીય છે કે સારા પ્રદર્શન પછી જ જાડેજાની આ સ્ટાઇલ જોવા મળે છે.