Mayabhai and Uarvashi Lok Dayro at Melbourne
  • Home
  • Featured
  • વિદેશની ધરતી પર ઉર્વશી રાદડિયા અને માયાભાઈ આહિર પર થયો ડૉલરનો વરસાદ

વિદેશની ધરતી પર ઉર્વશી રાદડિયા અને માયાભાઈ આહિર પર થયો ડૉલરનો વરસાદ

 | 9:37 am IST

ગુજરાતી લોક ડાયરામાં પૈસાની રીતસરની છોળો ઉડતી હોય છે. પછી તે ગુજરાતની ધરતી હોય કે વિદેશની ધરતી. સ્ટેજ પર હાજર કલાકારને રીતરસરના પૈસાથી ઢાંકી દેવામાં આવતા હોય છે. કેટલાક જાણીતા કલાકારો પર તો કરોડો રૂપિયા ઉડાડવામાં આવતા હોવાના પણ દાખલા ભૂતકાળમાં બની ચુક્યા છે.

ગુજરાતમાં અત્યંત લોકપ્રિય આવા ડાયરાઓ હવે વિદેશમાં વસતા ગુજરાતીઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વર્તમાનમાં ઓસ્ટ્રેલિયામાં પણ કંઈક આવો જ નજારો જોવા મળ્યો હતો.

ઓસ્ટ્રેલિયામાં ઉર્વશી રાદડિયા અને માયાભાઈ આહિરના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી સમાજે રીતરસનો ડોલરનો વરસાદ વરસાવ્યો હતો. 21મી જુલાઈના રોજ આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને કલાકારોને સાંભળવા માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉમટી પડ્યા હતા.

મેલબોર્નના માલવેર્ન ખાતે આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર પટેલ સમાજ વિક્ટોરિયા દ્વારા આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉર્વશી રાદડિયા અને માયાભાઈ આહિરે માલવેર્ન ટાઉન હોલ ખાતે આયોજિત આ ડાયરામાં હાજર ઓડિયન્સને લોકસાહિત્ય અને લોકગીતોની રમઝટ બોલાવી હતી. એનઆરઆઈ ગુજરાતીઓએ ઉર્વશી રાદડિયાયા અને માયાભાઈ આહિર પર રીતસરનો ડોલરીયો વરસાદ વરસાવ્યો હતો.