Mayank Agarwal Reacts after hitting double century
  • Home
  • Sports
  • Cricket
  • ડબલ સેન્ચુરી ફટકારનાર મયંકે જણાવ્યું, આ રીતે જાગી રનોની ભૂખ

ડબલ સેન્ચુરી ફટકારનાર મયંકે જણાવ્યું, આ રીતે જાગી રનોની ભૂખ

 | 9:05 pm IST

બાંગ્લાદેશની સામે પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે કેરિયરની સર્વશ્રેષ્ઠ ડબલ સેન્ચુરી પારી રમનાર ભારતનાં બેટ્સમેન મયંક અગ્રવાલે કહ્યું કે, અસફળતાનાં ડરને પાછળ છોડીને તેનાં રનની ભૂખ વધી છે.

મયંકે શુક્રવારે 330 બોલમાં 243 રનની પારી રમી જેમાં ભારતે દિવસની રમત પૂર્ણ થતાં છ વિકેટ પર 493 રન બનાવી બાંગ્લાદેશ સામે સંકજો કસ્યો છે. પહેલી પારીમાં ટીમને હવે 343 રનની લીડ મળી ગઈ છે.

મયંકે બીજા દિવસની રમત પૂર્ણ થયા બાદ કહ્યું કે, માનસિકતાની વાત કરીએ તો અસફળતાના ડરને પાછળ છોડીને મને ખૂબ જ ફાયદો થયો છે. તે બાદ જ મારા રનની ભૂખ વધી છે. કર્ણાટકનાં 28 વર્ષીય આ ખેલાડીએ કહ્યું કે, એવો સમય પણ રહ્યો કે જ્યારે મે રન બનાવ્યા નથી. એટલે કે જ્યારે પણ હું ક્રિઝ પર સેટ થઈ જાય છું ત્યારે મારો પ્રયાસ તેને મોટી પારીમાં બદલવાનો હોય છે.

મયંકે આ ઉપરાંત કહ્યું કે, અમારી યોજના નાની પાર્ટનરશિપ કરવાની અને સમય લઈને સાવધાનીપૂર્વક તેને મોટી પાર્ટનરશિપમાં બદલવાની હતી. હું બોલને ઠીકથી જોઈને સંભાળીને રમી રહ્યો હતો. પિચમાંથી સારો બાઉન્સ મળી રહ્યો હતો. અને બોલ મારા સુધી પહોંચી રહ્યા હતા. રન બનાવવા માટે હું યોગ્ય શોટ્સ પસંદ કરવામાં સફળ રહ્યો હતો.

આ વીડિયો પણ જુઓઃ

રામ મંદિરના પરિસર માટે રણજિત મંડલ બનાવી રહ્યા છે મૂર્તિઓ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન