Mayank Agarwal will Replace Rohit Sharma In One Day Cricket
  • Home
  • Sports
  • Cricket
  • રોહિત શર્માને આરામ આપીને વન-ડેમાં મયંક શર્માને આપવામાં આવી શકે છે ટીમમાં સ્થાન

રોહિત શર્માને આરામ આપીને વન-ડેમાં મયંક શર્માને આપવામાં આવી શકે છે ટીમમાં સ્થાન

 | 6:20 pm IST

મયંક અગ્રવાલની ટેસ્ટ મેચોમાં આક્રમક બેટિંગથી તેનાં માટે વન-ડે અને ટી-20નાં ટીમમાં જગ્યા બનાવવાના દરવાજા ખૂલી ગયા છે. અને આ ટોપ બેટ્સમેનને વેસ્ટઈન્ડિઝની સામે આવતાં મહિને થનાર સીરિઝ માટે ટીમમાં સ્થાન આપી શકાય છે. ક્રિકેટ પંડિતોનું માનીએ તો, વેસ્ટ ઈન્ડિઝ સામે 3 વનડે મેચોની સીરિઝમાં જો રોહિત શર્માને આવતાં વર્ષે શરૂ થનાર ન્યુઝિલેન્ડ પ્રવાસ પહેલાં આરામ આપવામાં આવે છે તો મયંક અગ્રવાલ તેની જગ્યા લઈ શકે છે.

રોહિત શર્મા સતત રમી રહ્યો છે. અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલ બે ટેસ્ટ મેચમાં તેને મોકો આપવામાં આવ્યો ન હતો. પણ તે ટીમમાં સામેલ હતો. ભારતીય ઉપ કેપ્ટન ન્યુઝિલેન્ડ પ્રવાસ માટે ત્રણેય ફોર્મેટમાં ટીમનો અગત્યનો ભાગ હશે. આ પ્રવાસમાં ભારતને પાંચ ટી-20 ઈન્ટરનેશનલ, 3 વનડે અને બે ટેસ્ટ મેચ રમશે.

વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે અને ટી20 સીરિઝ માટે અગ્રવાલ એક વિકલ્પ હોઈ શકે છે. તો શિખર ધવન લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. જેના કારણે તેના સ્થાને મયંક અગ્રવાલની ટીમમાં પસંદગી થઈ શકે છે. અગ્રવાલને છેલ્લે વર્લ્ડ કપ સમયે વિજય શંકર ઈજાગ્રસ્ત થતાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પણ વર્લ્ડ કપમાં તેને રમવાનો મોકો મળ્યો ન હતો.

તો અનેક લોકોનું માનવું છે કે 2023ના વર્લ્ડ કપ માટે મયંક એક સારો વિકલ્પ હોઈ શકે છે. કેમ કે સતત ખરાબ ફોર્મને કારણે શિખર ધવન આગામી વર્લ્ડ કપ માટે સિલેક્ટ થાય કે ન પણ થાય.

આ વીડિયો પણ જુઓઃ

નિત્યાનંદ આશ્રમમાં ગમ યુવતીનો કેસ યથાવત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન