Mayavati Spoke About Why SP-BSP Not Made Alliance With Congress
  • Home
  • India
  • UP ગઠબંધન: કૉંગ્રેસને ગઠબંધનમાં સામેલ ના કરવાનું માયાવતીએ જણાવ્યું જબરદસ્ત કારણ

UP ગઠબંધન: કૉંગ્રેસને ગઠબંધનમાં સામેલ ના કરવાનું માયાવતીએ જણાવ્યું જબરદસ્ત કારણ

 | 1:51 pm IST

માયાવતીએ કૉંગ્રેસ પર પ્રહાર કર્યો 

લોકસભા ચૂંટણીને લઇને બીએસપી અને એસપીની વચ્ચે સીટોની જાહેરાત થઈ ગઈ છે. બંને દળો 38-38 સીટો પર ચૂંટણી લડશે અને 2 સીટો સહયોગીઓ માટે છોડવામાં આવી છે. આ ઉપરાંત રાયબરેલી અને અમેઠીમાં કૉંગ્રેસ સામે કોઈ જ ઉમેદવાર ઉતારવામાં નહીં આવે. ગઠબંધનની જાહેરાત કરતા બીએસપી ચીફ માયાવતીએ કૉંગ્રેસ પર પણ પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, “કૉંગ્રેસ અને બીજેપીમાં કોઈ અંતર નથી.” તેમણે કૉંગ્રેસ સાથે ગઠબંધન ના કરવાનું કારણ ગણાવતા કહ્યું કે, “આ પાર્ટીનાં વૉટ એસપી અને બીએસપીને ટ્રાન્સફર નથી થતા આ કારણે કૉંગ્રેસને સામેલ કરવામાં આવી નથી.”

કેન્દ્ર અથવા રાજ્યમાં સત્તા ચાહે બીજેપી પાસે હોય કે કૉંગ્રેસ પાસે, વાત એક જ છે

લખનઊમાં સંયુક્ત પ્રેસ વાર્તામાં કૉંગ્રેસ ગઠબંધનમાં સામેલ ના હોવાને લઇને માયાવતીએ કહ્યું કે, “આઝાદી પછી ઘણા લાંબા સમય સુધી કૉંગ્રેસ પાર્ટીએ રાજ કર્યું. ગરીબ, મજૂરો, ખેડૂતો અને વ્યાપારીઓ આમનાં શાસનમાં પરેશાન થયા છે. આવા સમયે બીએસપી અને એસપી સહિતની પાર્ટીઓ ઊભી થઈ. કેન્દ્ર અથવા રાજ્યમાં સત્તા ચાહે બીજેપી પાસે હોય કે કૉંગ્રેસ પાસે, વાત એક જ છે.” આ તક પર માયાવતીએ કહ્યું કે, “કૉંગ્રેસ ગઠબંધનમાં સામેલ થાય તો એસપી અને બીએસપીને કોઇ જ ફાયદો નથી. તેમનાં મોટાભાગનાં વૉટ ટ્રાન્સફર થતા નથી. બીજેપી અથવા જાતિવાદી પાર્ટીઓને તેમના વૉટ જતા રહે છે, અથવા વિચારીને કરવામાં આવેલા રણનીતિ પ્રમાણે બીજે જતા રહે છે. અમારા જેવી ઇમાનદાર પાર્ટીઓને કોઇ લાભ મળતો નથી. આનો કડવો અનુભવ 1996ની વિધાનસભા ચૂંટણીમાં થયો હતો.” માયાવતીએ કહ્યું કે, “અમેઠી અને રાયબરેલી બંને સીટો કૉંગ્રેસની સાથે વગર કોઈ ગઠબંધન કરે છોડી દેવામાં આવી છે.”

બંને પાર્ટીઓની સરાકરોએ જોરદાર કૌભાંડ કર્યા છે

તેમણે વધુમાં કહ્યું કે, “દેશમાં રક્ષા સોદાઓની ખરીદીમાં બંને પાર્ટીઓની સરાકરોએ જોરદાર કૌભાંડ કર્યા છે. કૉંગ્રેસને બોફોર્સ મામલે કેન્દ્રની સરકાર ગુમાવવી પડશે. બીજેપીને રાફેલ કૌભાંડનાં કારણે તેની સરકાર જરૂર ગુમાવવી પડશે.” બીએસપી પ્રમુખે કહ્યું કે, “વર્તમાનમાં પ્રદેશની બીજેપી સરકાર વિરોધીઓને કમજોર કરવા 1975માં લગાવવામાં આવેલી ઇમર્જન્સીથી ઓછી નથી. કૉંગ્રેસરાજમાં ઘોષિત અને બીજેપીરાજમાં અઘોષિત ઇમર્જન્સી છે.”