EVMમાં ગરબડના મામલે 2-3 દિવસમાં કોર્ટમાં જશે માયાવતી

166

ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં ભારે બહુમતિથી ભાજપને મળેલી જીત પછી ઈવીએમમાં ગરબડનો મામલો ગરમાયો છે. માયાવતીનું સ્પષ્ટ માનવું છે કે પરિણામો ઈવીએમમાં થયેલી ગરબડને કારણે જ આમ આવ્યા છે. તેમણે પોતાના પક્ષની બોલાવેલી બેઠકમાં પણ ચોપાનિયા વહેંચ્યા હતા કે ઈવીએમમાં કઈ રીતે ગરબડ કરી શકાય છે. આ મુદ્દાને તે કોર્ટમાં ઘસેટી જવા માંગે છે. આવનારા દિવસોમાં જ માયાવતી EVMની ગરબડ અંગે કોર્ટના દ્વાર ખટખટાવશે. તેમણે કહ્યું કે 2થી ત્રણ દિવસમાં જ તે કોર્ટમાં જશે.

માયાવતીનો આરોપ છે કે ભાજપે ઈવીએમમાં ગરબડ દ્વારા યુપીમાં પ્રચંડ બહુમત પ્રાપ્ત કર્યો છે. સંસદ પરિસરમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે આગામી 2 – 3 દિવસમાં જ આ મામલે કોર્ટના જશે તેમ કહ્યું.

યુપીમાં માયાવતીએ ઈવીએમની ગરબડને લઈને ચૂંટણીપંચને પણ ફરિયાદ કરી હતી અને બેલેટ પેપર દ્વારા બીજીવાર મતદાન કરાવવાની માંગણી કરી હતી. જો કે. ચૂંટણીપંચે તેમની અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે ઈવીએમમાં ગરબડ થવાની કોઈ શક્યતાઓ જ નથી.

અખિલેશ સરકારમાં માયાવતીના 80 ધારાસભ્યો હતા પણ વર્ષ 2017 યુપી વિધાનસભાની ચૂંટણીમાં માયાવતીને માત્ર 19 સીટો જ મળી છે.