#Mayawati Announce Tie Up With Akhilesh Yadav: Sp-BSP Take 38-38 Seat
  • Home
  • Featured
  • UPમાં ગઠબંધન: સપા-બસપા 38-38 સીટ પરથી ચૂંટણી લડશે, અમેઠી-રાયબરેલી કૉંગ્રેસ માટે

UPમાં ગઠબંધન: સપા-બસપા 38-38 સીટ પરથી ચૂંટણી લડશે, અમેઠી-રાયબરેલી કૉંગ્રેસ માટે

 | 1:07 pm IST

બસપા સુપ્રીમો માયાવતીએ પત્રકાર પરિષદ દરમ્યાન ઓછામાં ઓછી બે વખત જોર આપીને 1995ના ગેસ્ટ હાઉસ કાંડનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમની પાર્ટી એ જનહિત માટે તેને ભૂલી સપાની સાથે ગઠબંધન કરવાનો નિર્ણય લીધો છે.

એક સમયે એકબીજાના સાથી રહેલ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ શનિવારના રોજ અંદાજે 25 વર્ષ બાદ એક વખત ફરીથી સાથે આવવાની ઐતિહાસિક જાહેરાત કરી દીધી. સપા અધ્યક્ષ અખિલેશ યાદવની સાથે સંયુકત પત્રકાર પરિષદમાં બસપા મુખ્યા માયાવતી એ તેની જાહેરાત કરી. યુપીની 80 લોકસભા સીટોમાંથી 38-38 પર સપા-બસપા ચૂંટણી લડશે. ગઠબંધનથી કૉંગ્રેસને બહાર રાખ્યું છે. પરંતુ ગાંધી પરિવારના પરંપરાગત ગઢ અમેઠી અને રાયબરેલીમાં ગઠબંધન ઉમેદવાર ઉતરશે નહીં. માયાવતીએ કહ્યું કે બાકી 2 સીટો બીજા પક્ષો માટે રાખી છે. બસપા સુપ્રીમો એ કહ્યું કે જે રીતે 1993મા અમે સાથે મળીને ભાજપને હરાવ્યું હતું આ વખતે પણ તેને હરાવીશું.

બસપા સુપ્રીમો એ પત્રકાર પરિષદ દરમ્યાન ઓછામાં ઓછી બે વખત ભારપૂર્વક 1995ના ગેસ્ટ હાઉસ કાંડનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમની પાર્ટીએ જનહિત માટે તેને ભૂલી સપા સાથે ગઠબંધનનો નિર્ણય કર્યો. માયાવતી એ કહ્યું કે લોહિયાજીના રસ્તા પર ચાલી રહેલ સમાજવાદી પાર્ટીની સાથે 1993મા માન્યવર કાશીરામ અને મુલાયમ સિંહ યાદવ દ્વારા ગઠબંધન કરીને ચૂંટણી લડ્યા હતા. હવાનો રૂખ બદલાતા ભાજપ જેવી ઘોર સાંપ્રદાયિક અને જાતિવાદી પાર્ટીને હરાવીને સરકાર બનાવી હતી. લખનઉ ગેસ્ટ હાઉસ કાંડથી ઉપર જનહિતને રાખતા ફરી એકવખત દેશમાં આ રીતે દૂષિત અને સાંપ્રદાયિક રાજનીતિને હરાવા માટે હાથ મિલાવ્યો છે.

આ પત્રકાર પરિષદ ગુરૂ-ચેલાની ઊંધ ઉડાડનારી: માયાવતી
લખનઉની હોટલ તાજમાં પત્રકાર પરિષદની શરૂઆતમાં બસપા સુપ્રીમો એ કહ્યું કે તેઓ આ પત્રકાર પરિષદ પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ એટલે કે ગુરૂ-ચેલાની ઉંઘ ઉડાડી દીધી છે. તેમણે કહ્યું કે 1990ની આસપાસ ભાજપના ઝેરીલા માહોલના લીધે સામાન્ય જન જીવન પર અસર થઇ હતી અને પ્રજા ત્રસ્ત હતી. આજે પણ એવો જ માહોલ છે અને અમે એક વખત ફરીથી તેને હરાવીશું.

ગઠબંધની ગભરાઇ ભાજપ રચશે ષડયંત્ર: અખિલેશ
સંયુકત પત્રકાર પરિષદમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે આ ગઠબંધનથી ભાજપ ગભરાઇ ગયું છે અને તે અલગ-અલગ ષડયંત્ર રચી શકે છે. તેમણે સપા-બસપા કાર્યકર્તાઓને અપીલ કરી કે ગઠબંધની ગભરાઇને ભાજપ અલગ-અલગ રીતે પરેશાન કરવાનું ષડયંત્ર કરી શકે છે. દંગા-તોફાનોનો પણ પ્રયાસ કરી શકે છે પરંતુ આપણે સંયમની સાથે દરેક ષડયંત્રને નિષ્ફળ કરવાના છે.

માયાવતીનું સમ્માન મારું સમ્માન: અખિલેશ
અખિલેશે સપા કાર્યકર્તાઓને ખાસ અપીલ કરી કે માયાવતીનું એટલું જ સમ્માન કરો, જેટલું તમે મારું કરો છો. સપા અધ્યક્ષે કહ્યું કે સપા કાર્યકર્તા એ વાતની ગાંઠ બાંધી લો કે માયાવતીજીનું સમ્માન મારું સમ્માન છે, તેમનું અપમાન મારું અપમાન છે. માયાવતીજીનો દેશહિતમાં લેવામાં આવેલ ઐતિહાસિક નિર્ણય માટે ધન્યવાદ આપું છું. સમયની સાથે બંને પાર્ટીઓના સંબંધમાં વધુ મજબૂત હશે. તેમણે કહ્યું કે અમે ગઠબંધન પર એ દિવસે મ્હોર લગાવી દીધી હતી જ્યારે રાજ્યસભા માટે સપા-બસપાના સંયુકત ઉમેદવાર ભીમરાવ આંબેડકરને છલ-કપટથી હરાવ્યા હતા. આપણે ભાજપનો અહંકાર તોડીશું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન